Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમિત શાહે શરૂ કરી દીધી 2019 લોકસભા ચૂંટણીની તૈયારી, 115 સીટો પર નજર

અમિત શાહે શરૂ કરી દીધી 2019 લોકસભા ચૂંટણીની તૈયારી, 115 સીટો પર નજર
નવી દિલ્હી. , શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2016 (12:33 IST)
2019માં થનારી લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ કમર કસી લીધી છે. બીજીવાર સત્તામાં આવવા માટે પાર્ટીના ચાણક્ય તરીકે ઓળખાતા અમિત શાહે પોતાની નજર  છ તટીય અને પૂર્વોત્તરના રાજ્યો પર ટકાવી દીધી છે. 
 
અહીની લગભગ અડધી સીટો જીતવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. માહિતી મુજબ અમિત શાહે પાર્ટી માટે પરંપરાગત રૂપે કમજોરે વિસ્તારની 200થી વધુ સીટોમાંથી 115ની ઓળખ આગામી લોકસભા ચૂંટણીમં જીતવા યોગ્ય સીટોના રૂપમાં કરી છે. 
 
અંગ્રેજી છાપુ ધ ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલ એક સમાચાર મુજબ ભાજપા હવે આ 115 સીટો પર પોતાની દાવેદારી મજબૂત કરવાની યોજના બનાવી રહી છે. જેની પાછળ એ કારણ છે કે જો તેને મજબૂત આધારવાલી સીટો પર ઝટકો લાગે તો પણ તે મજબૂત સ્થિતિમાં બની રહે. 
 
છાપાએ પાર્ટી સૂત્રોનો હવાલો આપતા લખ્યુ છે કે અમિત શાહે આંધ્ર પ્રદેશ, કેરલ, પૂર્વોત્તર ભારત, ઓડિશા, તેલંગાના, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં લોકસભા સીટોની ઓળખ કરી છે. બીજેપી અધ્યક્ષ શાહે સર્વે અને ફીડબૈકના આધાર પર સીટોને આઈડેંટિફાઈ કર્યા છે. 
 
ઓક્ટોબર મિડ સુધી તૈયાર થઈ જશે પ્લાન 
 
શાહે 2019 લોકસભા ચૂંટણી માટે વિશેષ રૂપે ઓળખવામાં આવેલ સીટો પર ફોકસ કરવા માટે આ સ્થાનો માટે સ્ટેટ કોર ગ્રુપ મેંબર્સ સાથે એક જુદી મીટિંગ કરી છે. સૂત્રોએ જણાવ્યુ કે આ ઓળખવામાં આવેલ સીટો પર ટારગેટ માટે ઓક્ટોબર મધ્ય્ય સુધી પ્લાન તૈયાર કરવા માટે કહેવામાં આવ્યુ છે. 
 
છાપા મુજબ શાહે આ જવાબદારી સ્ટેટ કોર ગ્રુપ્સ અને મુરલીધર રાવ, અરુણ સિંહ, સિદ્ધાર્થ નાથ સિંહ અને મહેન્દ્ર નાથ સિંહ જેવા સંબંધિત ઈનચાર્જોને સોંપી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાર્યક્રમમાં હોબાળો થતાં અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાષણ મિનિટોમાં જ ટુંકાવી દેવાની ફરજ પડી