Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેપાળમાં ભૂકંપથી અત્યાર સુધી 3200 અને ભારતમાં 67ના મોત

નેપાળમાં ભૂકંપથી અત્યાર સુધી 3200 અને ભારતમાં 67ના મોત
, સોમવાર, 27 એપ્રિલ 2015 (10:35 IST)
ભૂકંપના ઝટકાએ એકવાર ફરી નેપાળ સહિત ઉત્તર ભારતને હલાવી દીધુ છે. યુપી. બિહાર અને અસમમાં રવિવારે પોણા દસ વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ સાથે જ નેપાળના કાઠમાંડુમાં એકવાર ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા ગયા છે.  નેપાળમાં ભૂકંપથી મરનારાઓની સંખ્યા 3200 ના પાર થઈ ગઈ છે. જ્યારે કે ભારતમાં અત્યાર સુધી 67 લોકોના મોત થઈ ચુક્યા છે.  
 
નેપાળ સાથે જોડાયેલ યુપીના લખીમપુર ખીરી, બહરાઈચ શ્રાવસ્તી, સિદ્ધાર્થનગરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. બીજી બાજુ બિહારના દરભંગા, સીતામઢી, અરરિયા, રક્સૌલ, સમસ્તીપુર, બેતિયા, ઓરંગાબાદ પૂર જીલ્લાના ભૂકંપના ઝટકાએ એકવાર ફરી હલાવી દીધુ છે. અસમમાં ભૂકંપના ઝટકાની તીવ્રતા 3.2 હતી. 
 
કાઠમાંડુમાં વરસાદ થઈ રહી છે અને આ કારણે બચાવ કાર્યમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. ભૂકંપના આંચકા પછી લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા છે અને વરસાદની વચ્ચે ખુલ્લા મેદાનમાં ઉભા છે.  
 
ભૂકંપના ઝટકા રોકાવવાનુ નામ જ નથી લઈ રહ્યા
 
વીતેલા બે દિવસોથી ભૂકંપના ઝટકા થમવાનુ નામ નથી લઈ રહ્યા. રવિવારે બપોરે  12:42 વાગ્યે દિલ્હી-એનસીઆરમાં જોરદાર ઝટકા અનુભવાયો. નેપાળમાં 6.9 રિક્ટર સ્કેલ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂંકપ પછી માઉંટ એવરેસ્ટમાં ફરીથી હિમસ્ખલનની સમાચાર છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati