Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજ મધરાતથી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ, 9 અને 10 નવેંબરે એટીએમ બેન્કો બંધ

આજ મધરાતથી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ, 9 અને 10 નવેંબરે એટીએમ બેન્કો બંધ
નવી દિલ્હી , મંગળવાર, 8 નવેમ્બર 2016 (21:13 IST)
આજે મધરાતથી 500 અને 1000 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો સર્ક્યૂલેશનમાંથી બંધ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે.

વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રજોગા સંબોધનમાં કહ્યું કે, ભ્રષ્ટાચાર અને કાળા ધનના દૂષણને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. દેશનાં લોકો 8 નવેંબરથી 30 ડિસેંબર સુધીમાં એમના બેન્ક એકાઉન્ટ્સમાં અથવા પોસ્ટ ઓફિસોમાં એમની 500 અને 1000 રૂપિયાના મૂલ્યની નોટ જમા કરાવી શકશે.

મોદીએ કહ્યું છે કે આજે મધરાતથી 500 અને 1000ના મૂલ્યની કરન્સી નોટ માત્ર કાગળના ટૂકડા બની રહેશે.

મોદીએ કહ્યું કે, રોકડ નોટોના સર્ક્યૂલેશનની પ્રક્રિયા દેશમાં ભ્રષ્ટાચાર સાથે સીધો સંબંધ ધરાવે છે. આ દૂષણ આપણા સમાજના નીચલા વર્ગના લોકોને માઠી અસર પહોંચાડે છે.

મોદીએ એમ પણ કહ્યું છે કે, જે લોકો અમુક કારણસર 1000 અને 500 રૂપિયાની નોટ 30 ડિસેંબર સુધી જમા કરાવી નહીં શકે તેઓ ઓળખ પત્ર બતાવીને 31 માર્ચ, 2017 સુધીમાં નોટ બદલાવી શકશે.

9 અને 10 નવેંબરે દેશમાં એટીએમ કામ નહીં કરે, આવતી કાલે, 9 નવેંબરે દેશભરમાં બેન્કો બંધ રહેશે, એવી પણ મોદીએ જાહેરાત કરી છે.

વડાપ્રધાને કહ્યું કે જે ભારતીય લોકોનાં લોહીમાં પ્રામાણિકતા છે તેઓ એમ વિચારે છે કે ભ્રષ્ટાચાર, કાળા ધન, આતંકવાદ, નકલી નોટોના દૂષણ વિરુદ્ધ આવી નિર્ણાયક કાર્યવાહીની જરૂર હતી.

2000 રૂપિયાના મૂલ્યની નવી કરન્સી નોટ સર્ક્યૂલેશનમાં મૂકવાના પ્રસ્તાવને રીઝર્વ બેન્કે સ્વીકાર કર્યો છે. 500 અને 2000 રૂપિયાના મૂલ્યની નવી નોટ ઈસ્યૂ કરવામાં આવશે.


- દેશના હિતમાં, ગરીબોના હિતમાં આપના તરફથી પૂર્ણ સહકારની અપેક્ષા સાથે વિરમું છું.

- ઓન લાઈન પેમેન્ટમાં કોઈ અવરોધ નહિં. તે રાબેતા મુજબ જ ચાલુ રહેશે.

- 25મી નવેમ્બરથી આ રકમની લિમિટમાં વૃદ્ધિ કરવામાં આવશે.
10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી રૂ.4000 સુધીની 500 અને 1000 નોટોની નોટો બદલી શકાય છે.

- આ પૂરી પ્રક્રિયામાં રિઝર્વ બેંક દ્વારા 2000 રૂપિયાની નવી નોટોનો પ્રસ્તાવ આવ્યો છે તેનો અમે સ્વીકાર કરવામાં આવ્યો છે.

- સમય સમય પર મુદ્રાવ્યવસ્થાને ધ્યાનમાંરાખીને ભારતીય રિઝર્વ બેંક, કેન્દ્ર સરકારની સહમતિથી નવા અધિક મૂલ્યની નોટોને સરક્યુલેશનમાં લાવતા રહ્યા છે.

- તમારી મૂડી તમારી જ રહેશે તમારે કોઈ ચિંતા કરાવવાની જરૂર નથી 9મી નવેમ્બરે અને કેટલાંક સ્થાનોમાં 10 નવેમ્બરે એટીએમ કામ નહિં  કર

- જૂની નોટોની બદલી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જૂની નોટો 10 નવેમ્બરથી 30 ડિસેમ્બરસુધીના 50 દિવસોની અંદર પોતાની પોસ્ટઓફિસમાં કે બેંકમાં જમા કરાવી શકો છો.

દેશવાસીઓને ઓછામાં ઓછી તકલીફનો સામનો કરવો પડે તે માટે અમે કેટલીક વ્યયસ્થા ઉભી કરી છે. જૂની નોટોને નવી અને માન્ય નોટો સાથે બદલી કરવાની સુવિધા આપવામાં આવશે. 50,20,10, 5,2,1, 50 પૈસાના સિક્કા, વિેગેરે ચાલું રહેશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના દરિયા કિનારે 80 બોટને જળસીમા ઓળંગતા અટકાવાઈ