Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2014 ચુંટણીમાં ભાજપને બહુમતી મળશે તો રામ મંદિર બનશે જ - વાજપેયી

2014 ચુંટણીમાં ભાજપને બહુમતી મળશે તો રામ મંદિર બનશે જ - વાજપેયી
, સોમવાર, 29 જુલાઈ 2013 (12:47 IST)
P.R
વર્તમાન દિવસોમાં 2014ની ચુંટણીને લઈને ભાજપ ખૂબ જ ઉત્સાહિત છે. બે દિવસ પહેલા જ ભાજપાના નેતા એલ. કે. અડવાણીએ કહ્યુ હતુ કે 2014ના લોકસભા ચુંટણીમાં ભાજપા બધા રેકોર્ડ તોડશે. હવે ભારતીય જનતા પાર્ટીનાં ઉત્તરપ્રદેશનાં અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયીએ કહી રહ્યા છે કે જો 2014માં ભાજપને પૂર્ણ બહુમતી મળશે તો, જે પ્રકારે ડૉ.રાજેન્દ્ર પ્રસાદે સંવિધાનમાં સંશોધન કરીને સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ, તે જ રીતે ભાજપ પણ રામ મંદિર બનાવશે. વાજપેયીએ કહ્યુ કે ગઠબંધન અને પૂર્ણ બહુમતી ન મળવાને કારણે રામ મંદિર બની શક્યુ નથી. મતલબ ભાજપને 2 014માં ચુંટણીમાં બહુમત મેળવવાની આશા છે.

એક ઈંટરવ્યુ દરમિયાન લક્ષ્મીકાંત વાજપેયીએ કહ્યુ કે રામ મંદિર આસ્થાનો વિષય છે. મંદિર આંદોલનની શરૂઆત વિશ્વ હિંદુ પરિષદે કરી હતી. અને બાદમાં ભાજપાએ તેનું સમર્થન કર્યુ હતુ.

રાષ્ટ્રવાદનાં મુદ્દે વાજપેયીએ કહ્યુ કે હિંદુત્વ જ રાષ્ટ્રવાદ છે, રાષ્ટ્રવાદ જ હિંદુત્વ છે. ભારત માતાનાં દુખમાં દુખી અને સુખમાં સુખી થનારો પંથ અને ધર્મનો વ્યક્તિ રાષ્ટ્રવાદી હોઇ શકે છે. જ્યારે દિગ્વિજય સિંહનાં નિવેદન અંગે વાજેપીયએ કહ્યુ કે જે વ્યક્તિઓ હિંદુઓ સાથે સંકડાયેલા સાંસ્કૃતિક કેન્દ્રો પર જતો હોય, પણ પોતાનાં આચાર, વિચાર અને વ્યવહારમાં લાગૂ ન કરે તે વ્યક્તિ હિંદુ ન હોય શકે. વધુમાં તેમણે કહ્યુ કે બટલા હાઉસ એન્કાઉન્ટરમાં આરોપીઓનાં ઘરે જઇને વિલાપ કરનાર વ્યક્તિ ક્યારેય હિંદુ ન હોઇ શકે.

આગામી લોકસભા ચૂંટણી અંગે લક્ષ્મીકાંત વાજપેયીએ કહ્યુ કે આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી સુશાસન, વિકાસ, રાષ્ટ્રવાદ, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને આંતરિક સુરક્ષાનાં મુદ્દે લડશે.

Share this Story:

Follow Webdunia gujarati