Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2002ના રમખાણો પર મોદીની ટિપ્પણી કરનાર કાટજૂને જેટલીનો જવાબ

2002ના રમખાણો પર મોદીની ટિપ્પણી કરનાર કાટજૂને જેટલીનો જવાબ
, સોમવાર, 18 ફેબ્રુઆરી 2013 (10:46 IST)
P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આલોચના પછી પ્રેસ કાઉંસિલ ઓફ ઈંડિયાના ચેયરમેન જસ્ટિસ માર્કેડ્ય કાટજૂ અને બીજેપીની વચ્ચે વાગ્બાણ વધુ ધારદાર થઈ ગયા છે. બીજેપી નેતા અરુણ જેટલીએ કાટજૂની જેમ જ લેખ લખીને તેમના પર જોરદાર હુમલો કર્યો. જેટલીએ અહી સુધી લખ્યુ કે જો તેમને રાજનીતિ કરવી છે તો પોતાનુ પદ છોડીને ખુલ્લી રીતે રાજનીતિન મેદાનમાં આવવુ જોઈએ. જવાબમાં જસ્ટિસ કાટજૂએ અરુણ જેટલીને રાજીનામું આપીને રાજનીતિ છોડી દેવાની સલાહ આપી છે.

પહેલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આલોચના પર બીજેપી ભડ્કી ગઈ છે. બીજેપીના મોટા નેતા અરુણ જેટલીએ જસ્ટિસ માર્કડેય કાટજૂ પર તીખો હુમલો કરતા કહ્યુ કે કાટજૂ કોંગ્રેસ પાર્ટી માટે તેના કાર્યકર્તા કરતા વધુ કામ કરી રહ્યા છે. ભલે પશ્ચિમ બંગાળ હોય કે ગુજરાત, ત્યાની રાજ્ય સરકારો પર તેઓ હુમલો કરી રહ્યા છે. એવુ લાગી રહ્યુ છે કે તેઓ પોતાના નિવેદનો દ્વારા રિટાયરમેંટ પછી મળેલ પોતાના પદ માટે કોંગ્રેસનું અબિવાદન કરી રહ્યા છે. જેટલીએ તો એટલે સુધી કહ્યુ કે તેમની અપીલ સંપૂર્ણ રાજનીતિક છે. તેમણે પદ પરથી હટાવી દેવા જોઈએ નહી તો તેમણે પોતે પદ છોડીને રાજનીતિમાં આવી જવુ જોઈએ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કાત્જુએ પોતાના લેખમાં લખ્યું છે કે ૨૦૦૨ના રમખાણોમાં મોદીનો હાથ ન હોય તે સ્વીકારવું મુશ્કેલ છે. કાત્જુએ ગુજરાતના મુખ્યમંત્રી મોદી અને નિતીશ કુમાર બંનેની ટીકા કરી હતી. જવાબમાં જેટલીએ તેમની પર આરોપ લગાવ્યો કે તેઓ તેમને બિઝનેસ આપનાર સરકારનો આભાર વ્યક્ત કરવા આવા નિવેદનો આપી રહ્યા છે. તેમણે ભારતીય જનતાને વિનંતી કરી કે આપણે 1933માં જર્મનોએ જે ભૂલ કરી હતી તેવી ભૂલ ન કરવી જોઇએ. હું કાત્જુના રાજકીય વિચારો વ્યક્ત કરવાના અધિકારને સ્વીકારૃ છું પણ ન્યાયીક પ્રક્રિયા સાથે જોડાયેલા વ્યવસાયકારે રાજકીય પ્રવૃતિથી દૂર રહેવું જોઇએ.

Share this Story:

Follow Webdunia gujarati