Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખતા ચુસ્ત સુરક્ષા

સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખતા ચુસ્ત સુરક્ષા
નવી દિલ્લી. , શનિવાર, 14 ઑગસ્ટ 2010 (11:33 IST)
સ્વતંત્રતા દિવસ સમારંભ પહેલ રાષ્ટ્રીય રાજઘાનીમાં ચુસ્ત સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. કોઈ પણ આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે દિલ્લીના દરેક ભાગમાં સુરક્ષા બળોના હજારો જવાનોની ગોઠવણી કરવામાં આવી છે.

શહેરમાં ખાસકરીને લાલકિલ્લાની પાસે 'ગ્રાઉંડ-ટૂ-એયર' હવાઈ સુરક્ષા ઉપકરણ પણ લગાવાવામાં આવ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે એક પ્રધાનમંત્રી લાલકિલ્લાથી ત્રિરંગો લહેરાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે.

સુરક્ષા એજંસીઓ લાલકિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને અંતિમ રૂપ આપવામાં લાગી છે. તેઓ 'સેફ્ટી હાઉસેસ'ને પણ ઠીક કરવામાં લાગ્યા છે, જ્યા કોઈ આતંકવાદી હુમલાની ઘટના થાય તો પ્રધાનમંત્રી અને અન્ય નેતાઓને લાવી શકાય.

સંયુક્ત પોલીસ આયુક્ત સત્યેન્દ્ર ગર્ગે જણાવ્યુ કે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. લાલકિલ્લાની આજુબાજુ લગભગ 40 ક્લોઝ સર્કિટ ટીવી લગાવવામાં આવ્યા છે, જેથી કોઈ પ્રકારની ઘટના ન થઈ શકે. 17મી સદીમાં મુગલ શાસનકાળમાં બનાવેલ લાલકિલ્લાની ઉંચાઈઓ પર એનએસજી કમાંડો ગોઠવવામાં આવશે.

અધિકારીએ જણાવ્યુ કે લાલકિલ્લા ઉપરાંત પાર્લિયામેટ કોમ્પલેક્ષ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, રેલવે સ્ટેશન, અંતર-રાજ્યીય બસ ટર્મિનલ અને મેટ્રો સ્ટેશનો પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati