Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોશિયલ મીડિયા બતાવશે કે કોણ બનશે પ્રધાનમંત્રી ?

સોશિયલ મીડિયા બતાવશે કે કોણ બનશે પ્રધાનમંત્રી ?
, શુક્રવાર, 12 એપ્રિલ 2013 (12:02 IST)
P.R

રાજગમાં નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી પર પર દાવેદારીને લઈને જંગ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસમાં પણ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવાની ચર્ચા જોરો પર છે. પણ દેશનો આગામી પ્રધાનમંત્રી કોણ હશે તેનો નિર્ણય તો સોશિયલ મીડિયા જ કરશે.
આઈઆરઆઈએસ જ્ઞાન ફાઉંડેશન અને ભારતીય ઈંટરનેટ અને મોબાઈલ સંઘના અભ્યાસમાં એવુ કહેવામાં આવ્યુ છે કે આગામી સામાન્ય ચૂંટણીમાં સોશિયલ મીડિયા લોકસભાની 543 સીટમાંથી 160 મુખ્ય સીટો (હાઈ ઈફેક્ટ સીટ્સ) પર ચૂંટણી પરિણામને પ્રભાવિત કરી શકે છે.

જેમાથી મહારાષ્ટ્રની સૌથે વધુ પ્રભાવશાળી 21 સીટ અને ગુજરાતની 17 સીટનો સમાવેશ છે. ઉત્તરપ્રદેશમાં આવી સીટોની સંખ્યા 14, કર્ણાટકમાં 12, તમિલનાડુમાં 12, આંધ્ર પ્રદેશમાં 11 અને કેરલમાં 10 છે.

અભ્યાસના મુજબ મધ્યપ્રદેશમાં આવી સીટોની સંખ્યા 9 જ્યારે કે દિલ્હીમાં સાત છે. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં આવી સીટોની સંખ્યા પાંચ પાંચ છે. બિહાર, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આવી ચાર ચાર સીટો છે.

આગળ વાંચો : શુ છે હાઈ ઈમ્પૈક્ટ સીટ


webdunia
P.R

હાઈ ઈમ્પૈક્ટ સીટ : સૌથી વધ પ્રભાવવાળી (હાઈ ઈમ્પૈક્ટ)સીટનો મતલબ એ સીટો સાથે છે જ્યા અગાઉના લોકસભા ચૂંટણીમાં વિજયી ઉમેદવારોના જીતનુ અંતર ફેસબુકનો પ્રયોગ કરનારાઓથી ઓછુ છે.

હાઈ ઈંપૈક્ટ સીટ્સમાં એ સીટોને પણ સામેલ કરવામાં આવી છે જ્યા ફેસબુકનો પ્રયોગ કરનારાઓની સંખ્યા કુલ મતદાતાઓની સંખ્યાથી 10 ટકા છે.

અભ્યાસમાં 67 સીટોના અત્યાધિક પ્રભાવવાળા જ્યારે કે બાકીની સીટોને ઓછી પ્રભાવશાળી સીટોના રૂપમાં ઓળખ કરવામાં આવી છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati