Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનિયાએ ફક્ત એકવાર ફટકાર આપી હતી - દિગ્વિજય

સોનિયાએ ફક્ત એકવાર ફટકાર આપી હતી - દિગ્વિજય
નવી દિલ્લી. , સોમવાર, 25 જુલાઈ 2011 (11:56 IST)
N.D
વિવાદપૂર્ણ ટિપ્પણીઓને કારણે કાયમ ચર્ચામાં રહેનારા કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ એ કહ્યુ કે ગયા વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રી પી ચિદમ્બરમની નક્સલ વિરોધી તેમની નીતિનેમાટે આલોચના કરવા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને ફટાકાર આપી હતી.

એક સમાચાર ચેનલના કાર્યકર્મ 'ડેવિલ્સ એડવોકેટ' માં દિગ્વિજય એ કરણ થાપરને કહ્યુ, 'સોનિયાજીએ મને લડ્યા હતા અને મે ચિંદબરમની ત્યાં જઈને માફી માંગી હતી'.

કોંગ્રેસ નેતાએ કહ્યુ કે 'ચિદમ્બરમ પર એક આલેખ લખ્યા બાદ મને ફક્ત એકવાર સાંભળવુ પડ્યુ હતુ.'

અત્રે એ ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહે એક રાષ્ટ્રીય સમાચારપત્રમાં લખેલ આલેખમાં કેદ્રીય ગૃહ મંત્રીને 'અત્યંત જીદ્દી' અને 'અભિમાની બુદ્ધિજીવી' કહ્યુ હતુ, કારણ કે નક્સલી મુદ્દાનુ સમાધાન કાયદા અને વ્યવસ્થાની સમસ્યાની જેમ કરી રહ્યા હતા.

જ્યારે કોંગ્રેસ નેતાને એવુ કહેવામાં આવ્યુ કે તેમના વિવાદ્પૂર્ણ નિવેદનોથી રાહુલ ગાંધીની છબિ પર ખરાબ અસર પડે છે, કારણ કે તેઓ તેમના સલાહકાર છે તો તેમણે કહ્યુ, 'બિલકુલ ખોટુ. હુ ન તો રાહુલ ગાંધીનો સલાહકાર છુ કે ન તો પરામર્શદાતા. કોણે કહ્યુ કે હુ રાહુલ ગાંધીને સલાહ આપુ છુ ? મારી પાર્ટીમાં તો કોઈએ મને આવુ નથી કહ્યુ.'

'આતંકવાદને સાંપ્રદાયિક રંગ આપવા'ના આરોપનુ ખંડન કરતા દિગ્વિજયે કહ્યુ કે તેમનો ઈશારો કોઈની તરફ નથી. તેમના વિરુદ્ધ રચવામાં આવેલ વાતો ખોટી છે.

તેમણે કહ્યુ, 'હુ આતંકવાદને સાંપ્રદાયિક રંગ આપવાના આરોપનુ ખંડન કરુ છુ, કારણ કે મેં સાંપ્રદાયિક હિંદુઓ અને મુસલમાનોથી હંમેશા દૂર રહુ છુ.' તેઓ 13 જુલાઈના મુંબઈ વિસ્ફોટોના સંદર્ભમાં નિવેદન આપી રહ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા ત્યારે વિવાદોથી ધેરાય ગયા જ્યારે તેમણે કહ્યુ હતુ કે મુંબઈમાં થયેલ વિસ્ફોટમાં ક્રમવાર વિસ્ફોટોની ઘટનામાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો હાથ હોવાની વાતને નકારી નથી શકાતી. તેમના આ નિવેદન પર ભાજપાએ આલોચના કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati