Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેક્સ સ્કેંડલમાં ફસાયેલા તરુણ તેજપાલ ગાયબ થયા

ગુજરાત સમાચાર

સેક્સ સ્કેંડલમાં ફસાયેલા તરુણ તેજપાલ ગાયબ થયા
નવી દિલ્હી , શુક્રવાર, 22 નવેમ્બર 2013 (11:16 IST)
.
P.R
પોતાની સાહસી પત્રકારિકાથી ધમાલ મચાવનારા તરુણ તેજપાલ પોતે મુશ્કેલીમાં ઘેરાય ગયા છે. ગોવા પોલીસે તેજપાલ પર લાગેલ યૌન હુમલાના આરોપમાં તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ, ખુદ પર ધરપકડની તલવાર લટકતી જોઈ તરુણ તેજપાલ અચાનક ગાયબ થઈ ગયા છે. ગોવા પોલીસે તહલકાની મુખ્ય સંપાદક શોમા ચૌધરીની કેસની પૂર્ણ માહિતી માંગી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે તહલકા પત્રિકાના મુખ્ય સંપાદક તરુણ તેજપાલ પર પોતાની પુત્રીની મિત્ર અને તહલકાની મહિલા પત્રકાર પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ઘટના ગોવામાં તહલકા પત્રિકાના 'થિંક ફેસ્ટ'ની ઈવેંટ દરમિયાન બની છે. ત્યારબાદ તેજપાલે દોષ સ્વીકાર કરી છ મહિના માટે પત્રિકાથી ખુદને અલગ કરી મુખ્ય સંપાદક સોમા ચૌઘરીને રાજીનામુ મોકલી આપ્યુ હતુ.

પીડિત મહિલા પત્રકારે તહલકાના નિર્ણયથી અસંતોષ બતાવ્યો છે. એક ચેનલની રિપોર્ટ મુજબ પીડિતાએ કહ્યુ કે તહલકામાં બીજા પત્રકાર આ નિર્ણયથી સંતુષ્ટ છે આવુ કહેવુ એકદમ ખોટુ છે. તહલકામાં ફક્ત તરુણ તેજપાલના પ્રાયશ્ચિત પત્રને જ સર્કુલેટ કરવામાં આવ્યુ છે, મારી વાતને લોકો સુધી પહોંચાડી નથી. પીડિતાની મહિલા મિત્રએ આરોપ લગાવ્યો કે તેની સાથે બળાત્કાર થયો હતો અને તે સંપૂર્ણ રીતે પડી ભાગી છે અને ભાવનાત્મ રૂપે ગભરાય ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati