Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાત દિવસના પોલીસ રિમાંડ પર મસરત આલમ, આજે કાશ્મીર બંધનુ એલાન

સાત દિવસના પોલીસ રિમાંડ પર મસરત આલમ, આજે કાશ્મીર બંધનુ એલાન
જમ્મુ. , શનિવાર, 18 એપ્રિલ 2015 (10:52 IST)
જમ્મુ કાશ્મીરમાં પીડીપી નીત સરકારના ગઠબંધન સહયોગી ભાજપાના દબાણમાં અલગતાવાદી નેતા મસર્રત આલમને અહી બુધવારે આયોજીત એક રેલી દરમિયાન પાકિસ્તાની ધ્વજ લહેરાવવાના પ્રક્રિયામાં ધરપકડ કરી લીધી. ધરપકડ કર્યા પછી મસરતને સાત દિવસની પોલીસ રિમાંડ પર મોકલવામાં આવ્યો છે. 
 
હુર્રિયતના કટ્ટરવાદી નેતા સઈદ અલી શાહ ગિલાનીએ શનિવારે કાશ્મીર બંધનુ આહવાન કર્યુ છે. આ આહવાન અલગાવવાદી નેતા મસર્રત આલમની ધરપકડના વિરોધમાં કરવામાં આવ્યો છે. માહિતી મુજબ ગિલાનીએ સંપૂર્ણ રીતે કાશ્મીર બંધ કરવાની અપીલ કરી છે અને સમાજના બધા વર્ગોથી મસર્રતની ધરપકડનો વિરોધ કરવા માટે કહ્યુ છે.  
 
રાજદ્રોહના આરોપમાં જમ્મુ કાશ્મીરના અલગતાવાદી નેતા મસર્રત આલમ ભટની ધરપકડના દિવસે આજે ત્રાલમાં બે યુવકોની મોતની ઘટનાના વિરોધમાં શ્રીનગરમાં હિંસા ભડકી ઉઠી અને નારાજ લોકોએ રાષ્ટ્રધ્વજ સળગાવ્યુ અને સુરક્ષાબળો સાથે તેમની ઝડપ થઈ.  અધિકારિક સૂત્રોએ જણાવ્યુ કે રાજ્યની ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરનુ નૌહટ્ટા વિસ્તાર જંગના મેદાન જેવો લાગી રહ્યો હતો. જ્યા નકાબપોશ પ્રદર્શનકારીઓએ ત્રિરંગો સળગાવ્યો. તેમના અને સુરક્ષાબળોની વચ્ચે ભયંકર ઝડપમાં બે પોલીસકર્મચારીઓ સહિત લગભગ 10-12 લોકો ઘાયલ થઈ ગયા.  

Share this Story:

Follow Webdunia gujarati