Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરબજીત બ્રેન ડેડ : ડોક્ટર વેંટિલેટર હટાવવાની તૈયારીમાં

સરબજીત બ્રેન ડેડ : ડોક્ટર વેંટિલેટર હટાવવાની તૈયારીમાં
નવી દિલ્હી. , મંગળવાર, 30 એપ્રિલ 2013 (14:25 IST)
P.R
ચીન વિરુદ્ધ જ્યા ભારતમાં લોકોનો ગુસ્સો ભડકી રહ્યો છે. તો બીજી બાજુ પાકિસ્તાનમાંથી પણ સારા સમાચાર નથી આવી રહ્યા. લાહોરની કોર્ટ લખપત જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીત સિંહ પર જીવલેણ હુમલો અચાનક કેદીઓના ભડકવાથી નથી થયો,પણ તેની પાછળ લશકર-એ-તૈયબાનુ ષડયંત્ર હેઠળ થયો. ભારતીય ગુપ્ત એજંસીની ગુપ્ત રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયના મુખ્ય સૂત્રોના મુજબ આ રિપોર્ટ લાહોરના ડીઆઈજીની રિપોર્ટને નકારી છે. લાહોરના ડીઆઈજીએ પોતાની રિપોર્ટમાં આ હુમલાને કારણે અચાનક કેદીઓ વચ્ચે બદલાની ભાવનાથી મારામારી થઈ છે.

શક તો એ પણ બતાવાય રહ્યો છે કે સરબજીતનુ મૃત્યુ થયુ છે. અને પાક્સિતાન તેને છાપી રહ્યુ છે. જોકે હવે આ વાત સામે આવી છે કે સરબજીતને 'બ્રેન ડેડ' જાહેર કરી દીધો છે. એસસી-એસટી કમીશના અધ્યક્ષ રાજમુમાર વીરકાએ જણાવ્યુ કે તેમની દલબીર કૌર સાથે વાતચીત થઈ છે. ડોક્ટરે તેમને સરબજીતના 'બ્રેન ડેડ'થવાની માહિતી આપી છે. સરબજીતના વકીલ મુજબ ડોક્ટરોએ પૂછ્યુ કે સરબજીતને વેંટિલેટર પરથી હટાવવામાં આવે તો પરિવારના લોકોએ કહ્યુ કિએ નહી, સરબજીતને વેંટિલેટર પણ રહેવા દેવામાં આવે.

સરબજીતની બહેન દલબીર કૌર વાઘા બોર્ડૅરના રસ્તે ભારત પરત ફરી રહી છે. સરબજીતના પરિવારવાળાએ ત્યાના અધિકારેઓના વ્યવહારથી નારાજ છે. દલબીરે કહ્યુ કે તેમને પાકિસ્તાનમાં ન તો તેમના ભાઈને મળવા દેવાયો કે ન તો મીડિયા સાથે વાત કરવા દીધી.

Share this Story:

Follow Webdunia gujarati