Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરકારી બંગલામાં ફેશન-શોનુ આયોજન

ફેશન ડિઝાઈનર પત્નીના આગ્રહનુ માન રાખી સિનીયર આઈએએસ અધિકારીઓ પોતાના સરકારી બંગલામાં ફેશન શો યોજ્યો

સરકારી બંગલામાં ફેશન-શોનુ આયોજન

વેબ દુનિયા

લખનઉ , ગુરુવાર, 20 માર્ચ 2008 (14:52 IST)
W.DW.D

લખનઉ. સરકારી આવાસનો દુરઉપયોગ કરવા બદલ લખનઉના સિનિયર આઈએએસ અધિકારી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આઈએએસ અધિકારીની ભૂલ માત્ર એટલી હતી કે, તેઓ ફેશન ડિઝાઈનીંગ ઈન્સ્ટીટ્યુટ ચલાવતી પત્નીના આગ્રહથી પોતાના સરકારી આવાસમાં જ ફેશન-શોનુ આયોજન કરી બેઠા હતા. આ ફેશન-શો યોજાયા બાદ ભારે હોબાળો મચ્યો હતો અને તેની કિંમત અધિકારીને ચુકવવી પડી હતી.

સરકારી બંગલામાં ફેશન શો યોજનારા વરિષ્ઠ આઈએએસ અધિકારી અનીસ અંસારીને કૃષિ ઉત્પાદન આયુક્ત પદ પરથી હટાવી દેવાયા છે. ઉપરાંત તેમને અપાયેલો સરકારી બંગલો પણ ખાલી કરાવી દેવાયો છે.

મુખ્યમંત્રી દ્વારા મોડીરાત્રે લેવામાં આવેલા નિર્ણયમાં અંસારીની જગ્યાએ આર કે મિત્તલને નવા એપીસી બનાવવામાં આવ્યા છે. અંસારીને પ્રતિક્ષા યાદીમાં મુકી દેવામાં આવ્યા છે.

આ વિવાદ બુધવારે બપોરે આયોજીત ફેશન શોને લઈને ઉપસ્થિત થયો હતો. ફેશન ડિઝાઈનર આસ્મા હુસૈન વરિષ્ઠ આઈએએસ અધિકારી અનીસ અંસારીની પત્ની છે. તેઓ લખનઉમાં એક ફેશન ઈન્ટીટ્યુટ ચલાવે છે. પરંતુ ફેશન શો માટે તેમણે પતિને મળેલો સરકારી બંગલો પસંદ કર્યો હતો. આ કાર્યક્રમમાં અંસારી જાતે હાજર રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati