Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સદીનુ સૌથી મોટુ સૂર્યગ્રહણ

સદીનુ સૌથી મોટુ સૂર્યગ્રહણ
, મંગળવાર, 21 જુલાઈ 2009 (16:57 IST)
બુધવારે એટલે કે 22 જુલાઈના રોજ થનારુ સદીનુ સૌથી મોટુ સૂર્યગ્રહણ એ કારણે વધુ મહત્વપૂર્ણ છે કે આકશીય પિંડોના અધ્યયની દ્રષ્ટિએ આવી ખગોળીય ઘટના લગભગ 111 વર્ષના અંતર પછી થઈ રહી છે.

ઘરતી અને સૂરજની વચ્ચે ચંદ્ર આવવાથી થનારી ખગોળીય ઘટના સૂર્યગ્રહણનો સમય છ મિનિટ 38 સેકંડનો રહેશે. આ સમયમા 21મી સદીમાં સર્વાધિક હશે. આવો અવસર ફરી 123 વર્ષ પછી 13 જૂન, 2132ના રોજ જ જોવા મળશે. જો કે દેશમાં પૂર્ણ સૂર્યગ્રહણ 2034 માં જ દેખાશે.

દેશના 13 રાજ્યોમાં 22 જુલાઈના રોજ સૂર્યગ્રહણ સવારે 5.28 થી 7.40 ની વચ્ચે દેખાશે. સૌર વૈજ્ઞાનિકોના મુજબ દેશમા આ અદ્દભૂત ખગોળીય ઘટનાની શરૂઆત ગુજરાતના સૂરત શહેરમાં સૂર્યોદયની સાથે થશે ત્યાં સવારે 6.26 વાગ્યાથી 6.30 સુધી લગભગ ચાર મિનિટ સુધી સૂરજ બિલકુલ નહી જોવા મળે.

કયા કયા રાજ્યોમાં દેખાશે

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, અસમ, સિક્કિમ, દમન અને દીવ, દાદર નગર હવેલી અને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગમાં પૂર્ણ સૂર્યગ્રહણ થશે.

જ્યોતિષની નજરે ગ્રહ

જ્યોતિષાચાર્ય ડો. રામકૃષ્ણ ડી. તિવારીના મુજબ ખગ્રાસ સૂર્યગ્રહણને માટે મંગળવાર સાંજે 5.30થી સૂતકની શરૂઆત થઈ રહી છે. શ્રાવણ માસની અમાસના રોજ દેખાનારુ આ ગ્રહણનો પ્રભાવ ભારતવર્ષમાં પૂર્ણ રૂપે રહેશે. પુષ્ય નક્ષત્રવાળુ ગ્રહણની રાશિયોના જાતક માટે ગ્રહણ પ્રતિકૂળ ફળદાયી છે. તેમણે ગ્રહણના દર્શન ન કરવા જોઈએ. ગ્રહણ પુરૂ થયા પછી શુધ્ધતાપૂર્વક દાન કરવુ જોઈએ. ગ્રહન દરમિયાન મંત્રજાપ કરવાથી ઘણા લાભ થઈ શકે છે.

અશુભ : મેષ, મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન, મકર, અને મીન
શુભ : વૃષભ, કન્યા, તુલા અને કુંભ

રાશિ મુજબ ગ્રહણની અસર જાણવા ક્લિક કરો

Share this Story:

Follow Webdunia gujarati