Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંપત્તિ કર જમા કરાવે આસારામ આશ્રમ

સંપત્તિ કર જમા કરાવે આસારામ આશ્રમ

ભાષા

અમદાવાદ , બુધવાર, 10 માર્ચ 2010 (18:22 IST)
ND
N.D
અમદાવાદ નગર નિગમે વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરૂ આસારામ બાપૂના આશ્રમ પર એક નોટિસ ચોટાડી દીધી છે અને તેમને આગામી બુધવાર સુધીમાં બાકીનો સંપત્તિ કર 3.5 લાખ રૂપિયાની ચૂકવણી કરવા માટે કહ્યું છે.

અમદાવાદ નગર નિગમની રાજસ્વ સમિતિના અધ્યક્ષ મયૂર દવેએ જણાવ્યું કે, આશ્રમે છેલ્લા બે વર્ષથી સંપત્તિ કરની ચૂકવણી કરી નથી અને તેના પર આશરે 3.5 લાખ રૂપિયાનું લેણું છે. આશ્રમને સાત દિવસની અંદર આ રકમને જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જો તે એવું નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આરસારામ એ સમયે વિવાદોમાં આવ્યાં હતાં જ્યારે ત્રણ જુલાઈ 2008 ના રોજ અમદાવાદ સ્થિત તેમના આશ્રમમાંથી બે બાળકો ગૂમ થઈ ગયાં હતાં અને બાદમાં તેમના મૃતદેહ સાબરમતી નદીમાંથી કબ્જે કરવામાં આવ્યાં હતાં.

Share this Story:

Follow Webdunia gujarati