Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શીલા દીક્ષિત તૈયારીઓને લઈને નર્વસ છે

શીલા દીક્ષિત તૈયારીઓને લઈને નર્વસ છે
નવી દિલ્લી , ગુરુવાર, 19 ઑગસ્ટ 2010 (12:30 IST)
N.D
રાષ્ટ્રમંડળ રમતોમાં હવે ફક્ત 45 દિવસ જ બાકી છે અને ઘણા મુખ્ય પ્રોજેક્ટ પૂરા થવાના બાકી છે. ત્યારે દિલ્લીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કહ્યુ કે તે તૈયારીઓને લઈને નર્વસ છે.

શીલા દીક્ષિતને જ્યારે પૂછવામાં આવ્યુ કે શુ એ રમતોને લઈને નર્વસ છે, તેમણે કહ્યુ કે રમતો સંબંધિ કાર્ય પૂરા થતા સુધી નર્વસ હોવુ સ્વાભાવિક છે. તેમણે કહ્યુ કે વરસાદને કારણે કેટલાક કાર્યો પ્રભાવિત થયા છે.

તેમણે કહ્યુ કે મીડિયા તૈયારીઓની નકારાત્મક તસ્વીર રજૂ કરી રહ્યુ છે. જો તમને કંઈક ખોટુ દેખાય છે તો સતત તેને જ બતાવતા રહો છો.

Share this Story:

Follow Webdunia gujarati