Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહરૂખ, આમીર બન્ને ઈડીઅટ્સ : શિવસેના

શાહરૂખ, આમીર બન્ને ઈડીઅટ્સ : શિવસેના

ભાષા

મુંબઈ , રવિવાર, 31 જાન્યુઆરી 2010 (11:02 IST)
ND
N.D
મુંબઈના મુદ્દે અને પાક ક્રિકેટરોની તરફદારી કરવા માટે શાહરૂખે શિવસેનાને આકરી ટીકાના નિશાન બનાવ્યાં છે. આઈપીએલમા પાકિસ્તાની ક્રિકેટરોના સમાવેશનો ટેકો આપવા સંબંધીની રીમાર્કસ કરવા બદલ શાહરૂખ ખાનને શિવસેનાએ ઝપટે લીધા બાદ આમીર ખાનને પણ આ મામલામાં ઘસડી સેનાએ આ બેઉ અભિનેતાને 'ટુ ઈડીઅટસ' તરીકે ઓળખાવ્યાં છે.

'અસલ જિંદગીમાં આમીર અને શાહરૂખે પોતાના બે ઈડીઅટ સમા પુરવાર કર્યા છે, કારણ કે, તે બેઉ પાકિસ્તાની ક્રિકેટરોનું ઉપરાણું લેવા ટેકો આપતા વાહિયાત નિવેદનો કરતા આવ્યાં છે. એમ શિવસેનાના હિન્દી મુખપત્ર 'દોપહર કા સામના' મા ના નિવેદનમાં જણાવ્યું છે.

એક બાજુ એસઆર કે પાક ખેલાડીઓ માટેના પોતાના પ્રેમભાવને ખુલ્લેઆમ વાચા આપતો આવ્યો છે, જ્યારે આમીર તો વળી આ મુદ્દે એવું કહે છે કે, જો કોઈ પણ ક્રિકેટર સારો હોય તો તેને તે પોતાની ટીમમાં લેવા ચાહે છે, પછી ભલેને તે કોઈ પણ દેશનો હોય.

દરમિયાન શિવસેનાએ પાક ક્રિકેટરોને આઈપીએલમાં સામેલ કરવા જોઈતા હતાં તેવ વિધાન બદલ શાહરૂખ માફી ન માગે તો તેની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન' રીલીઝ નહીં થવા દેવાય તેવું ફરમાન સેનાએ કાઢ્યું છે. બીજી બાજુ કોંગીએ શાહરૂખનો પક્ષ લઈ શિવસેના સામે કડક હાથે કામ લેવા રાજ્ય સરકારને જણાવ્યું છે.

આઈપીએલ સ્પર્ધામાં પાકિસ્તનના ક્રિકેટરો સામેલ થશે તો તેમને સંરક્ષણ આપવામાં આવશે એમ ગૃહરાજ્યપ્રધાન રમેશ બાગવેએ દર્શાવેલી તૈયારીઓનો શિવસેના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રત્યુતર આપ્યો છે. પહેલા મુંબઈને સંરક્ષણ પુરું પાડો, પછી રમત રમો એવો કાઉન્ટર એટેક ઉદ્ધવ ઠાકરેએ બાગવેના વિધાન પર કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati