Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શહેરોમાં એન.એસ.જીની સંસ્થા રચાશે

શહેરોમાં એન.એસ.જીની સંસ્થા રચાશે

વાર્તા

ઇન્ડોનેશિયા , શનિવાર, 29 નવેમ્બર 2008 (13:04 IST)
મુંબઇ, બેંગલોર, હૈદરાબાદ સહિત ભારતના તમામ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ શહેરોમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એન.એસ.જીની ટુકડીની રચના કરવા અંગેના પ્રસ્તાવ ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે.

સુત્રોના અનુસાર ઇન્ડોનેશિયાની યાત્રા પર આવેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને મળી રહેલ વિગતોથી આ અંગે જાણકારી મળી છે. આ પ્રસ્તાવ ઉપર મંગળવારે મળનારી મંત્રીમંડળની સુરક્ષા મામલેની બેઠકમાં પ્રાથમિકતા આપવામાં આવશે અને આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

સુત્રોના અનુસાર સરકાર છેલ્લા કેટલાક સમયથી આ પ્રસ્તાવ ઉપર વિચાર કરી રહી છે જેનાથી આવી ઘટનાઓને પડકારવા માટે તાલીમબધ્ધ કમાન્ડો ઝડપથી ઘટના સ્થળે પહોંચી શકે. અત્યાર માત્ર દિલ્હીમાં જ એન.એસ.જીની ટુકડી કાર્યરત છે.

Share this Story:

Follow Webdunia gujarati