Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાહુલ ગાંધીની જગ્યાએ કોંગ્રેસમાં 'પ્રિયંકા લાવો' ની માંગ વધી

રાહુલ ગાંધીની જગ્યાએ કોંગ્રેસમાં 'પ્રિયંકા લાવો' ની માંગ વધી

રાહુલ ગાંધીની જગ્યાએ કોંગ્રેસમાં 'પ્રિયંકા લાવો' ની માંગ વધી
નવી દિલ્હી , સોમવાર, 19 મે 2014 (09:50 IST)
. સૌથી મોટો પરાજય થયા બાદ કોંગ્રેસીઓનો મોહ રાહુલ ગાંધી તરફથી ઓસરતો જોવા મળી રહ્યો છે. પણ આ સંકટમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહેલ કોંગ્રેસ હજુ પણ ગાંધી પરિવાર તરફ જ જોઈ રહી છે. લોકસભા ચૂંટણી દરમિયાન પ્રિયંકા લાવો કોંગ્રેસ બચાવોના પાતળા અવાજે સંભળાતા સૂર હવે બુલંદ થઈ રહ્યા છે. સંગઠનની કમાન પ્રિયંકા ગાંધીને આપવા માટે આગામી કેટલાક દિવસોમાં આખા દેશથી અવાજ બુલંદ થવાનો સ્પષ્ટ સંકેત મળવા લાગ્યો છે. 
 
સૂત્રોના મુજબ રાહુલ ગાંધીની કાર્યશૈલીથી નારાજ પાર્ટીના વડીલ નેતા આ પરિણામો પછી હવે પોતાનુ અભિયાન ઝડપી કરશે. આમ તો ચૂંટણી વચ્ચે કોંગ્રેસમાં નેતૃત્વને લઈને ભ્રમ ઉભો થઈ ગયો હતો. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સંગઠન અને સરકારથી જુદા પોતાના જ અંદાજમા કામ કરવા અને જૂના નેતાઓને ભાવ ન આપવાથી પહેલા જ મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. એ સમયે સંગઠન વચ્ચે સમન્યવને લઈને સંકટ ઉભુ થઈ ગયુ હતુ. રાહુલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિશ્વાસુ રહેલા જૂના નેતાઓને એકદમ બાજુ પર મુકવાનો પ્રયત્ન કર્યો. એટલુ નહી રાહુલના નિકટના લોકોનું માનવુ છે કે તેમની નીતિયોથી કોંગ્રેસને નુકશાન થઈ રહ્યુ છે. કોંગ્રેસના જૂના દિગ્ગજોનુ માનવુ હતુ કે પોતાનો જુનો અંદાજ અને સિદ્ધાંત પરથી હટી જવાને કારણે પાર્ટીને નુકશાન થઈ રહ્યુ છે. નવી અને જૂની ટીમ વચ્ચે મતભેદ એટલા વધી ગયા કે પાર્ટી વચ્ચે સંવાદહિનતા જેવુ સંકત ઉભુ થતુ જોવા મળી રહ્યુ હતુ. એ સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ વચ્ચે હસ્તક્ષેપ કરવો પડ્યો. છેવટે રાહુલ અને પાર્ટીના જૂના નેતાઓ સાથે સંવાદ સ્થાપિત કરવા માટે પ્રિયંકા ગાંધી પહેલીવાર અમેઠી અને રાયબરેલીની બહાર સીધા કોંગ્રેસની રણનીતિક ટીમનો ભાગ બની. રાહુલ અને પાર્ટી વચ્ચે સંવાદ અને વાર રૂમના પ્રબંધક પ્રત્યક્ષ રૂપે પ્રિયંકાએ સાચવી. 
 આ વખતે તે રાયબરેઠી અને અમેઠીમાં જ રહી પણ રાષ્ટ્રીય મુદ્દાની સાથે જ ભાજપાના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદીને બરાબરીનો જવાબ આપ્યો.  એ જ સમયે પ્રિયંકા લાવો ના નારા તેજ થઈ ગયા હતા. પણ ચૂંટણીને કારણે તેમને શાંત કરવામાં આવ્યા.  
 
હવે જ્યારે ચૂંટણી પરિણામો આવી ગયા છે તો પાર્ટીમાં આ મુદ્દો જોર પકડી રહ્યો છે. 19 મેના રોજ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક પહેલા જ  આ પ્રકારના કેટલાક સુર દેશના કેટલાક ભાગોમાંથી આવશે. સંકેત છે કે જો ટોચસતર પર પ્રિયંકાની મોટી ભૂમિકા નક્કી ન થઈ તો મોટા નેતાઓ આ મુદ્દે આગળ થઈને બોલશે. કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ તો ચૂંટણી વચ્ચે જ આવા સંકેત આપ્યા હતા.  
 

Share this Story:

Follow Webdunia gujarati