Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાહુલની રાજનીતિ : બીજા દિવસે પણ પદયાત્રા પર

રાહુલની રાજનીતિ : બીજા દિવસે પણ પદયાત્રા પર
ગ્રેટર નોઈડા , બુધવાર, 6 જુલાઈ 2011 (11:24 IST)
PTI
રાહુલની પદયાત્રાનો બીજો દિવસ શરૂ થઈ ચુક્યો છે. આ સમયે રાહુલ ગાંઘી અલાવલપુર ગામમાં પહોંચી ગયા છે. રાહુલ ગાંધી આજે લગભગ સાઢા 6 વાગ્ય ગ્રેટર નોઈડાના રામપુર બોગરે ગામથી અલીગઢના ટેપ્પલ ગામની તરફ નીકળ્યા. આ સાથે જ લોકોની ભારે ભીડ હતી. દરમિયાન રામપુર નગલા ગામમાં ખેડૂતોએ તેમને પોતાની સમસ્યાઓ બતાવી. રાહુલે ખેતરોમાં ઉભા થઈને તેમની સમસ્યાઓ સાંભળી

મંગળવારે 19 કિલોમીટરને પદયાત્રા પછી રાહુલ એ ગામના જ એક ખેડૂતના ઘરે રાત વીતાવી. ગ્રેટર નોએડા બાંગર ગામમાં રાહુલે પોતાનો પડાવ નાખ્યો. તેમણે રાત્રે સાદુ જમવાનુ જમવાની ઈચ્છા બતાવી. તેમણે રોટલી, દાળ અને શાક પીરસવામાં આવી. જમવાનુ જમ્યા પછી રાહુલે રાત ખુલ્લા આકાશ નીચે ખાટલા પર સૂઈને વીતાવી. તેમના માટે અગાશી પર જ સૂવાની વ્યવસ્થા કરવામાં આવી.

સ્થાનીક ખેડૂત અને કોંગ્રેસ સમર્થક વિજયપાલ શર્માએ જ્યારે જમવાનુ પીરસવાનુ શરૂ કર્યુ તો રાહુલે પૂરી લેવાની ના પાડી અને રોટલી માંગી. મંગળવારે 19 કિલોમીટર પદયાત્રા કરનારા કોંગ્રેસ નેતા સાથે શર્માના પરિવારના સભ્યોએ પૂછ્યુ કે આટલા થાક્યા પછી કેવુ અનુભવી રહ્યા છો. તેમણે જવાબ આપ્યો કે તેઓ ઠીક છે. શર્મએ પરિવારના એક સભ્યને જણાવ્યુ કે ભોજન પહેલા રાહુલે બે માળના એ ઘરની બહાર ચબૂતરામાં સ્નાન કર્યુ.

ત્યારબદ તેમણે મેજબાનો સાથે ભોજન લીધુ. રાહુલ સાથે તેમનો એક મિત્ર પણ હતો જેને ગામના લોકો કનિષ્કના નામે બોલાવતા હતા.

સંસદમાં ભારત-અમેરિકા પરમાણુ સમજૂતીનુ સમર્થન કરનારા કોંગ્રેસ નેતાને વીજળીની ઉણપ લાગી. તેમણે કહ્યુ કે દેશને વીજળીની ખૂબ જરૂર છે. મેજબાને જોકે જનરેટરની વ્યવસ્થા કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ખેડૂતોને કોંગ્રેસ સાથે જોડવા માટે અલીગઢમાં 9 જુલાઈન રોજ મહાપંચાયત પણ બોલાવવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati