Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજધાની એક્સપ્રેસને ઉડાવી દેવા પ્રયાસ

રાજધાની એક્સપ્રેસને ઉડાવી દેવા પ્રયાસ

વેબ દુનિયા

નવી દિલ્હી , બુધવાર, 24 ડિસેમ્બર 2008 (19:04 IST)
સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસને બોમ્બથી ઉડાવી દેવાનો પ્રયાસ આજે કરવામાં આવ્યો હતો. નવી દિલ્હીથી રાજધાની એક્સપ્રેસ પસાર થાય તેની મિનિટો પહેલા જ આ શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. જેથી ટાર્ગેટ ટળી જતાં દુર્ઘટના ટળી હતી. જોકે આ બ્લાસ્ટના કારણે રેલવે ટ્રેકને ભારે નુકશાન થયું હતું.

પોલીસ પ્રવક્તાએ તહ્યું હતું કે, આસામના મુખ્ય શહેર ગુવાહાટીથી 300 કિલોમીટરના અંતરે પૂર્વીય કારબી એંગલોંગ જિલ્લામાં ખટખાકી નજીક આજે વહેલી પરોઢે 1 વાગે આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થયો તેની મિનિટો પહેલા જ રાજધાની એક્સપ્રેસ ખટકાટીથી પસાર થઇ ગઇ હતી. રિમોટ કંન્ટ્રોલથી આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
આસામના બળવાખોરોએ આ કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજધાની એક્સપ્રેસ નવી દિલ્હીથી પૂર્વીય આસામમાં તિનસુકીયા તરફ જઇ રહી હતી. આ ટ્રેનમાં 700 જેટલા પ્રવાસીઓ હતા.

Share this Story:

Follow Webdunia gujarati