ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એક મોટો દાવ લગાડવાનો સંકેત આપ્યો છે. પક્ષ યુપીનો સૌથી મોટા ચહેરા તરીકે રાજનાથ સિંહને આગળ કરવાની તૈયારીમાં છે. ભાજપને આશા છે કે, મુલાયમ અને માયાવતીને ટક્કર આપવાની ક્ષમતા વર્તમાન ગૃહમંત્રી રાજનાથ સિંહમાં જ છે.
રાજનાથની બેદાગ છબી અને લાંબા રાજકીય અનુભવને જોતા પક્ષ તેમને યુપીની ચુંટણીમાં સૌથી મોટા ચહેરા તરીકે ઉપયોગ કરવાનુ મન બનાવી રહી છે. આ માટે પક્ષ તરફથી રાજનાથને પ્રચાર સમિતિની કમાન સોંપવામાં આવે તેવી શકયતા છે. ભાજપમાં અંદરખાને રાજનાથના નામ પર મહોર લગાવવાનું કામ અંતિમ તબક્કામાં છે. અલ્હાબાદ કારોબારીમાં તેના પર અલગથી ચર્ચા થશે. ભાજપ સ્ટાર પ્રચારકો તરીકે મોદી, અમિત શાહ અને રાજનાથને આગળ કરશે. તેઓની અમુક રેલીઓ પણ યોજાશે.
જ્ઞાતિ અને સામાજીક સમીકરણોને પોતાના પક્ષમાં જોઇ રહેલ ભાજપ હાલ તુર્ત સીએમ ઉમેદવારનુ નામ આગળ કરવાની તૈયારીમાં નથી પરંતુ તે ચૂંટણી અભિયાનને આગળ કરવાની તૈયારીમાં છે.