Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુપીમાં બે ટ્રેન અથડાતા 2ના મોત 10 ઘાયલ

યુપીમાં બે ટ્રેન અથડાતા 2ના મોત 10 ઘાયલ
, ગુરુવાર, 3 એપ્રિલ 2014 (11:00 IST)
W.D
ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં બુધવારે મોડી રાત્રે કટની પેસેંજર અને વારાણસી શક્તિનગર ઈંટરસિટી વચ્ચે ટક્કર થવાથી 2 લોકોના મોત થયા છે. જ્યારે કે લગભગ 10થી વધુ ઘાયલ બતાવાય રહ્યા છે.

એવુ કહેવાય રહ્યુ છે કે ઓબરા ડેમની પાસે અડધી રાત્રે વારાણસી શક્તિનગર ઈંટરસિટી ટ્રેને કટની-ચોપન પેસેંજરને પાછળથી ટક્કર મારી દીધી. બે મુસાફરોનું ઘટનાસ્થળ પર મોત થઈ ગયુ. જ્યારે કે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને નિકટના ઓબરા તાપીય પરિયોજનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર બતાવાય રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati