Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી કેવી રીતે રાખી રહ્યા છે પોતાના મંત્રીઓ પર નજર ?

મોદી કેવી રીતે રાખી રહ્યા છે પોતાના મંત્રીઓ પર નજર  ?
, શનિવાર, 23 ઑગસ્ટ 2014 (15:20 IST)
પીએમ મોદીએ પોતાના મંત્રીઓને પણ છોડ્યા નથી. પીએમ નરેન્દ્ર મોદીની નજર પોતાના મંત્રીઓ પર છે. તેના અનેક ઉદાહરણ સામે આવી ચુક્યા છે. અનેક કેન્દ્રીય મંત્રીઓને  ઈશારા ઈશારામાં જ બતાવી દીધુ છે કે તમારી દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. 
 
મોદી સરકારમાં એક કેન્દ્રીય મંત્રી એક મોટા ઉદ્યોગપતિની સાથે ભોજન લઈ રહ્યા હતા. આ ઉદ્યોગપતિ પીએમ નરેન્દ મોદીના પણ ઘણા નિકટ છે. 
 
મંત્રી મહોદય જમી જ રહ્યા હતા કે મંત્રીજીના ફોન પર એક મિસ કોલ આવી. આ મિસ કોલ બીજા કોઈની નહી પણ નરેન્દ્ર મોદીની જ હતી.  મંત્રીજીએ જેવો મિસ કોલ જોયો કે તરત તેઓ પોતાની મીટિંગ પુર્ણ કરીને પોતાની ઓફિસ માટે નીકળી ગયા. 
 
આગળ પોતાના મંત્રીઓના કપડા પર પણ નજર 

પોતાના મંત્રીઓના કપડા પર પણ નજર 

webdunia
બીજુ એક ઉદાહરણ એ છે કે મંત્રીઓએ કપડા પણ મોદીની પરમિશનથી પહેરવા પડે છે. મોદી સરકારમાં એક મંત્રી કેટલાક મહિના પહેલા પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર જઈ રહ્યા હતા. તેઓ જહાજ પકડવા માટે ઈન્દિરા ગાંધી ઈંટરનેશનલ એયરપોર્ટ તરફ આગળ વધ્યા જ હતા કે પીએમ મોદીનો તેમના મોબાઈલ પર ફોન આવી ગયો. 
 
પીએમ મોદીએ ખૂબ જ સામાન્ય રીતે તેમની પાસેથી માહિતી લીધી. મંત્રીએ જણાવ્યુ કે મંત્રાલય તરફથી જ મંજુરી મળ્યા પછી તેઓ યાત્રા પર જઈ રહ્યા છે.  
 
પણ મંત્રીજી ત્યારે ગભરાય ગયા જ્યારે પીએમ મોદીએ તેમની જીંસ પહેરવાને લઈને પ્રશ્ન કર્યો.   મોદીના આ પ્રશ્નનો તેમની પાસે જવાબ નહોતો. મંત્રીજીએ આટલુ સાંભળતા જ તરત જ પોતાના ડ્રાઈવરને ઘરે પરત જવાનો આદેશ આપ્યો. મંત્રી મહોદય ઘર પહોંચે અને પછી નેતાઓની પારંપારિક પોશાક કુર્તા-પાયજામો પહેરીને પોતાની વિદેશ યાત્રા માટે રવાના થયા.  
 
પીએમ મોદીના ભયને કારણે અનેક મંત્રીઓ અને નોકરશાહોએ વ્યક્તિગત રૂપે મોબાઈલનો પ્રયોગ કરવો બંધ કરી દીધુ છે.  એટલુ જ નહી મંત્રીઓ અને અધિકારીઓએ પર્સનલ વાતચીત માટે પોતાના નોકરો અને ડ્રાઈવરોનો ફોન યૂઝ કરવો શરૂ કરી દીધો છે. 
 
આગળ સીસીટીવી કેમેરા દ્વારા મંત્રીઓ પર નજર 

સીસીટીવી કેમેરા દ્વારા મંત્રીઓ પર નજર 
 
webdunia
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના જ મંત્રીઓ પર નજર રાખવી શરૂ કરી દીધી છે. શુ પીએમ મોદીને તેમના મંત્રીઓ પર વિશ્વાસ નથી ? પીએમ મોદીએ પોતાના મંત્રીઓ અને અધિકારીઓ પર નજર રાખવી શરૂ કરી દીધી છે. 
 
ફર્સ્ટ પોસ્ટ ડોટ કોમ મુજબ પીએમ મોદીએ આ માટે મંત્રાલયોમાં કેમેરા લગાવવા શરૂ કરી દીધા છે. 12 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ આપેલ નિવેદન સાથે જોડીને પણ આને જોવાય રહ્યુ છે કે ન ખાઉંગા ઔર ન ખાને દૂંગા.. સાથે જ એ પણ કહી ચુક્યા છે કે ભ્રષ્ટાચારને બિલકુલ સહન નહી કરવામાં આવે. 
 
આને જોતા પહેલીવાર મંત્રાલયોમાં સીસીટીવી કેમરા લગાવાયા છે. આની શરૂઆત પેટ્રોલિયમ મંત્રાલયથી શરૂ કરી દીધી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ મંત્રાલયને સૌથી ધનવાન મંત્રાલયમાંથી એક માનવામાં આવે છે.  અહી અરબો રૂપિયાના સૌદા થાય છે કે પછી એ સાથે સંકળાયેલ ઓર્ડર પાસ કરવામાં આવે છે. 
 
પ્રસ્તાવ મુજબ પેટ્રોલિયમ મંત્રાલયના મુખ્યાલય શાસ્ત્રી ભવનમાં સીસીટીવી કૈમેરા લગાવવાના આદેશ આપી ચુકાયા છે. ટૂંક સમયમાં જ અહી સીસીટીવી કેમેરા લાગી ગયા હશે.  હાલ તેને એક પાયલોટ પ્રોજેક્ટ્ના રૂપમાં લાગુ કરવામાં આવ્યો છે.  પછી અધિક મંત્રાલયોમાં આ લાગુ કરવામાં આવશે. આ લિસ્ટમાં જે મંત્રાલયોનુ નામ છે તેમા બીજો નંબર રક્ષા મંત્રાલયનો પણ છે. 
 
આગળ પીએમઓની દેખરેખમાં તૈયાર થઈ રહ્યુ છે કેબિનેટ નોટ 

 
પીએમઓની દેખરેખમાં તૈયાર થઈ રહ્યુ છે કેબિનેટ નોટ 
webdunia
 
પીએમ મોદીનો હસ્તક્ષેપ ફક્ત અહી સુધી જ નથી. આનાથી આગળ પણ છે. પીએમ મોદીના ઈશારે જ બધા મંત્રાલય કામ કરી રહ્યા છે. મંત્રીમંડળની થનારી બેઠકમાં રજૂ કરવામાં આવતા કેબિનેટ નોટ સંપૂર્ણ રીતે પીએમઓની દેખરેખમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે.  
 
પીએમઓ તરફથી રજૂ કરવામાં આવેલ આદેશ મુજબ કેબિનેટ નોટ તૈયાર કરતા પહેલા પીએમઓના વિચાર જરૂર જાણવામાં આવે. આ સ્પષ્ટ થાય છે કે કેવી રીતે મોદી સરકારની મરજી વગર કોઈપણ મંત્રાલય કોઈ નિર્ણય નથી લઈ શકતુ. કેંબિનેટ મીટિંગ માટે તૈયાર થનારા કેબિનેટ નોટને પીએમઓ જ તૈયાર કરી રહ્યુ છે. 
 
આગળ પીએમ મોદીએ માંગી જાહેરાઓની વિગત 

પીએમ મોદીએ માંગી જાહેરાઓની વિગત 
webdunia
 
સરકારી એજ6સી ડીએવીપી તરફથી રજુ કરવમાં આવેલ જાહેરાત પર પીએમઓની નજર પડી ગઈ છે. પીએમઓએ ડીએવીપી પાસેથી માહિતી લીધી છે કે છે છેલ્લા 10 વર્ષમાં કંઈ મીડિયા એજંસીઓને કેટલી રકમની જાહેરાત આપવામાં આવી છે ? 
 
પીએમઓ તરફથી માંગવામાં આવેલ માહિતી મુજબ યુપીએ શાસનકાળમાં ડીએવીપી કેવી રીતે જાહેરાતોને રજુ કરતુ હતુ. સાથે જ પીએમઓ એ પણ જાણવા માંગે છે કે કયા મીડિયા માધ્યમમાં આ રકમ ખર્ચ કરવામાં આવી. 
 
માહિતગારોનુ માનવુ છે કે પીએમઓ તરફથી રજુ કરવામાં આવેલ આ નિર્દેશ સીધી રીતે અનેક સમાચાર પત્રો પર કાબુ મેળવવા માટે કરવામાં આવશે. આ આદેશ મેનસ્ટ્રીમમાં કામ કરનારા સમાચાર પત્રો માટે ખરાબ સાબિત થઈ શકે છે. 
 
કારણ કે અનેક સમાચારપત્ર જેમા અનેક મુખ્ય અને મોટા સમાચાર પત્ર પ્ણ છે જે સીધી રીતે સરકારના જાહેરાતો પર જ નિર્ભર રહે છે. જો સરકારે કેટલાક કડક નિર્ણય લીધા તો સીધી રીતે બે અંગ્રેજી સમાચારપત્ર પર આની ઘણી અસર પડશે કે પછી એ છાપુ બંધ પણ થઈ શકે છે. 
 
આમાથી કે અંગ્રેજી છાપુ જે ભાજપાનું સમર્થક પણ રહ્યુ છે. સાથે જ પોતાના સંપાદકીયમાં બીજેપીનો પક્ષ પણ લેતુ રહ્યુ છે. પણ પીએમ મોદીના હાથમાં સત્તા આવ્યા બાદ હવે વસ્તુઓ બદલાય ગઈ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati