Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીને લઈને ગિલાનીના દાવા ખોટા અને નિરાધાર - ભાજપ

મોદીને લઈને ગિલાનીના દાવા ખોટા અને નિરાધાર - ભાજપ
નવી દિલ્હી , શનિવાર, 19 એપ્રિલ 2014 (11:27 IST)
. ભાજપાએ એ સમાચારનું ખંડન કર્યુ છે  જેમા કહેવામાં આવ્યુ હતુ પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેદ્ંર મોદીએ કાશ્મીર સમસ્યા પર વાતચીત કરવા માટે બે લોકોને હુર્રિયત કોંફ્રેંસના પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાનીને મળવા માટે મોકલ્યા હતા જેથી કાશ્મીર મુદ્દાનુ સમાધાન કાઢવાનુ વચન આપીને તેમના પ્રત્યે લહેર પેદા કરી શકે.  
 
ગિલાનીના આવા દાવાને 'બદમાશી' અને નિરાધાર બતાવીને નકારતા ભાજપાએ પોતાના નિવેદનમાં કહ્યુ કે કાશ્મીર મુદ્દા પર વાતચીત માટે મોદીના કોઈપણ દૂતે ન તો ગિલાનીને મળવાનો પ્રયાસ કર્યો છે કે ન તો તેમની મુલાકાત કરી છે. પાર્ટીના નિવેદનમાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે ભાજપ હંમેશાથી એવુ માનતી આવી છે કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેમા કોઈ પ્રકારની વાતચીતની કોઈ શક્યતા નથી.  
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે બુધવારે દિલ્હીથી પરત આવ્યા બાદ નજરબંદ કરવામાં આવેલ ગિલાનીએ શ્રીનગરમાં કહ્યુ હતુ કે બે કાશ્મીરી પંડિત 22 માર્ચના રોજ મોદીના દૂત મળીને તેમની પાસે આવ્યા હતા. તેમણે કહ્યુ કે તેઓ કાશ્મીર મુદ્દે નરેન્દ્ર મોદી સાથે વાત કરે. ગિલાનીના મુજબ મોદીએ આવુ એ માટે કર્યુ કે જેથી કટ્ટરવાદી સંગઠન તેમની પ્રત્યે નરમાશ દાખવે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

શુ આપ વિશ્વાસ કરો છો કે મોદીએ પોતાના દૂતને કાશ્મીર મુદ્દા પર વાત કરવા માટે ગિલાનીને મળવા મોકલ્યા હશે ?