Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીના શાપથ ગ્રહણમાં આવશે નવાઝ શરીફ

મોદીના શાપથ ગ્રહણમાં આવશે નવાઝ શરીફ
નવી દિલ્હી , શુક્રવાર, 23 મે 2014 (11:30 IST)
. ભારતના પડોશી શુલ્ક પાકિસ્તાન તરફથી મળતા સૂત્રોના હવાલાથી એ સમાચાર મળ્યુ છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ 26 મે ના રોજ થનારા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં આવશે. શરીફના વિદેશ મામલાના સલાહકાર સરતાઝ અજીજના મુજબ આજે બપોર સુધી આ નિર્ણયનુ એલાન કરવામાં આવશે.  
 
સૂત્રોના મુજબ શરીફે સૌની સલાહને બાજુ પર મુકી ભારત જવાનો નિર્ણય જાતે કર્યો છે. સૂત્રોનુ કહેવુ છે કે શરીફનુ ભારત દ્વારા ખૂબ જ નાનો હશે અને ફક્ત શપથ ગ્રહણ સમારંભ સુધી જ સીમિત રહેશે. જો શરીફ ભારત આવે છે તો આ પહેલી તક હશે જ્યારે કોઈ પાકિસ્તાની પ્રધાનમંત્રી ભારતીય પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ સમારંભમાં હાજરી આપશે. 
 
મોદીના શપથગ્રહણ માટે જે ત્રણ હજાર મેહમનોને આમંત્રણ આપવામાં આવ્યુ છે તેમા પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે, બાંગ્લાદેશની પીએમ શેખ હસીના, નેપાળની પ્રધાનમંત્રી સુશીલ કોઈરાલા, માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ ગયૂમ, અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, સંધ નેતા સુરેશ સોની, અને ભૈયાજી જોશી, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુની મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, અસમના મુખ્યમંત્રી તરુણ ગોગોડ, બિહારના મુખ્યમંત્રી જીતન રામ માંઝી, કેરલના મુખ્યમંત્રી ઓમન ચાંડી અને બીજેપીના બધા પ્રદેશ અધ્યક્ષ મુખ્ય છે.  

Share this Story:

Follow Webdunia gujarati