Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીના નામ પર નરમ પડ્યા ઉદ્ધવ ઠાકરે

મોદીના નામ પર નરમ પડ્યા ઉદ્ધવ ઠાકરે
નવી દિલ્હી , શનિવાર, 20 જુલાઈ 2013 (18:04 IST)
P.R
ગઈકાલ સુધી ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીની પીએમ ઉમેદવારી પર ચુપ્પી સાધનારા શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આજે મોદી પર નરમ વલણ બતાવ્યુ. દિલ્હીમાં ઉદ્ધવે કહ્ય કે આજે જે હવાઓ ચાલી રહી છે તેમા મોદીનુ નામ છે. પણ જ્યારે સુષમા અમારા ઘરે આવી હતી, ત્યારે બાળા સાહેબે તેમનુ નામ લીધુ હતુ. ભાજપાની પાર્લામેંટ બોર્ડની બેઠક થયા પછી અમે અમારી વાત કહીશુ. નિર્ણય પહેલા ચાર દિવાલોની અંદર થવો જોઈએ.

ઉદ્ધવે કહ્યુ કે ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો જરૂર હોવો જોઈએ. પણ સામાન્ય માણસના જીવનમાં જે સંકટ છે તેના પર પણ તેઓ જવાબ માંગી રહ્યા છે. આવનારી સરકારની આ જવાબદારી રહેશે. એનો મતલબ એ નથી કે હુ રામ મંદિરનો વિરોધ કે સમર્થન કરી રહ્યો છુ. હુ કહુ છુ કે હુ હિંદુ છુ પણ તેનો મતલબ એ નથી કે બીજા ધર્મનો અનાદર કરો. આ હિન્દુત્વની ચુંટણી નહી દેશની ચુંટણી છે.

આગમી ચૂંટણીના મુદ્દા પર ઉદ્ધવે કહ્ય કે મેં કહ્યુ હતુ કે આવનાર સરકાર આપણી હશે તેથી આપણી જવાબદારી છે કે વિશ્વસનીય ચેહરા આપો અને એક નહી પણ બધા વિશ્વાસપાત્ર હોવા જોઈએ. કોંગ્રેસમાં કોણ વિશ્વાસપાત્ર છે ? એનડીએ સાથે ગઠબંધન પર ઉદ્ધવે કહ્યુ કે આજે પણ કોઈ પ્રસ્તાવ નથી આવ્યો. જ્યારે આ વિષય પર ચર્ચા થશે તો અમે અમારા વિચારો જણાવીશુ.

સરકાર પર હુમલો બોલતા ઉદ્ધવે કહ્યુ કે લોકો એટલા કંટાળ્યા છે આ સરકારથી કે બની શકે કે સંપૂર્ણ વેવ જ આવી જાય આપણી સાથે. નીતિશ કુમારના મુદ્દા પર ઉદ્ધવે કહ્યુ કે પહેલા તેમને દેખાયુ નહી કે અમે સાંપ્રદાયિક છીએ. નરેન્દ્ર ભાઈનુ નામ હજુ બીજેપીએ નક્કી નથી કર્યુ તો તેમને આટલી ઉતાવળ કેમ કરી.

Share this Story:

Follow Webdunia gujarati