Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુઝફ્ફરનગર શાંત, બીજા નિકટના વિસ્તારોમાં હિંસા, અત્યાર સુધી 38ના મોત

મુઝફ્ફરનગર શાંત, બીજા નિકટના વિસ્તારોમાં હિંસા, અત્યાર સુધી 38ના મોત
મુઝફ્ફરનગર , મંગળવાર, 10 સપ્ટેમ્બર 2013 (17:42 IST)
.
P.R
મુઝફ્ફરનગરમાં સેના ગોઠવાયા પછી ભલે શાંતિના દાવા કરવામાં આવી રહ્યા હોય,પણ જીલ્લાની આસપાસના વિસ્તારોમાં છુટાછવાયા હિંસાના સમાચાર સતત આવી રહ્યા છે. અત્યાર સુધી રમખાણોમાં મરનારાની સંખ્યા 38 સુધી પહોંચી ગઈ છે. મુઝફ્ફરનગરમાં સાંપ્રદાયિક રમખાણો પ્છી બહારથી શાંતિ છે અને ત્યા બે કલાક માટે કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ કમલ સક્સેના મુજબ મુજફ્ફરનગર રમખાણોની હદ વધીને હાપુડ, બાગવત, શામલી અને સહારનપુર સુધી પહોંચી ગઈ છે. તેમના મુજબ મુઝફ્ફરનગરમાં લગભગ 366ની ધરપકડ કરવામાં આવી છે.

ગૃહ સચિવના મુજબ મુઝફ્ફરનગરમાં સેનાની ગોઠવણી પછી વાતાવરણ શાંત છે, પણ આજુબાજુના જીલ્લામાં રમખાણો પગ ફેલાવી રહ્યા છે. મેરઠમાં બે લોકો માર્યા ગયા ચ હે, જો કે હાપુડ, બાગપત, શામલી અને સહારનપુરમાં એક એક લોકોના મરવાના સમાચાર છે. આ વિસ્તારમા 81 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. જો કે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને પોલીસનો પહેરો વધારવામાં આવ્યો છે.

બીજી બાજુ મનમોહન સિંહે મુઝફફરનગર રમખાણો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યુ છે અને શાંતિની અપીલ કરી છે. સાથે જ તેમણે મૃતકોના પરિવારના લોકોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર આપવાની જાહેરાત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati