Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈ-03 બ્લાસ્ટના દોષી જાહેર

મુંબઈ-03 બ્લાસ્ટના દોષી જાહેર

વેબ દુનિયા

, સોમવાર, 27 જુલાઈ 2009 (15:32 IST)
આજે મુંબઈની વિશેષ પોટા અદાલતે મુંબઈમાં 2003માં થયેલ બ્લાસ્ટમાં સંકળાયેલ આરોપીઓને દોષી ઠેરાવ્યા છે તેમજ તેમની સજાની સુનવણી આવતી 4 ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે.

મુંબઈમાં 25 ઓગસ્ટ,2003 ના રોજ બે કારમાં થયેલ વિસ્ફોટમાં 60નાં મોત થયા હતાં. જેના સંદર્ભમાં 6 આરોપીયો હતા. જેમાંથી આજે પોટા અદાલતે હનીફ સઈદ, ફહમિદા સઈદ તેમજ અશરત અંસારીને દોષી ઠેરાવ્યા છે. તેમજ તેમને સજાની સુનવણી 4 ઓગસ્ટે કરવામાં આવશે.

"તાજ કાંડ": મુંબઈ બન્યુ ટારગેટ

આતંકવાદી હુમલાનો ઈતિહાસ
છેલ્લા પાંચ વર્ષની અંદર થયેલ હુમલાઓ પર નજર નાંખીએ તો અત્યાર સુધી દેશે હજારો નિર્દોષ જીંદગીઓના મોત જોયા છે. અમે અત્યાર સુધી થયેલ આતંકવાદી હુમલાઓનો ક્રમવાર ઈતિહાસ નીચે આપ્યો છે :

13 માર્ચ, 2003: મુંબઈની એક લોકલ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં 11નાં મોત
25 ઓગસ્ટ,2003 : મુંબઈમાં બે કાર ધડાકામાં 60નાં મોત
15 ઓગસ્ટ, 2004 : આસમમાં બોમ્બ ધડાકાઓની અંદર 16નાં મોત, જેની અંદર મોટા ભગાના સ્કુલના બાળકો હતાં.
29 ઓક્ટોમ્બર, 2005 : દિલ્હીના બજારોમાં ત્રન જોરદાર ધડાકામાં 66નાં મોત.
7 માર્ચ, 2006 : બનારસમાં ત્રણ બોમબ વિસ્ફોટમાં 15નાં મોત 60 ઘાયલ.
11 જુલાઈ, 2006 : મુંબઈના રેલ્વે સ્ટેશનોમાં અને લોકલ ટ્રેનોમા6 7 બોમ્બ ધડાકામાં 180 કરતાં પણ વધારે લોકોનાં મોત
8 સપ્ટેમ્બર, 2006 : મુંબઈથી 260 કિલોમીટર દૂર માલેગાવની અંદર એક મસ્જીદની નજીક થયેલ બોમ્બ ધડાકામાં 32 લોકોનાં મોત.
19 ફેબ્રુઆરી, 2007 : ભારતથી પાકિસ્તાન જઈ રહેલ સમજૌતા એક્સપ્રેસમાં બે બોમ્બ વિસ્ફોટ, 66 કરતાં વધારેનાં મોત, મરનારા મોટા ભાગે પાકિસ્તાની હતાં.
18 મે, 2007 : હૈદરાબાદમાં ઝુમી નમાઝના સમયે મસ્જીદમાં બોમ્બ ફાટવાથી, 11નાં મોત.
25 ઓગસ્ટ, 2007 : હૈદરાબાદમાં એક મનોરંજ પાર્કમાં રોડના કિનારે એક ઢાબામાં થોડીક મિનિટના સમયગાળાની અંદર ત્રણ ધડાકાઓમાં, 40નાં મોત.
13 મે, 2008 : જયપુરમાં એક પછી એક 7 ધડાકાઓમાં 63નાં મોત.
25 જુલાઈ, 2008 : બેંગલોરમાં 7 ધડાકાઓની અંદર એકનું મોત, 15 ઘાયલ.
26 જુલાઈ, 2008 : અમદાબાદમાં 70 મિનિટની અંદર 26 ધડાકાઓમાં 56 લોકોનાં મોત અને 200 ઘાયલ.
13 સપ્ટેમ્બર, 2008 : રાજધાની દિલ્હીનાં મહત્વપુર્ણ બજારોની અંદર ક્રમબદ્ધ ધડાકાઓની અંદર 26નાં મોત.
28 સપ્ટેમ્બર, 2008 : ગુજરાતના મોડાસા અને મહારાષ્ટ્રના માલેગાવમાં બોમ્બ ધડાકામાં 5નાં મોત.
21 ઓક્ટોમ્બર, 2008 : મણિપુર પોલીસ કમાંડર કોમ્પલેક્ષની નજીક ધડાકામાં 17નાં મોત.
30 ઓક્ટોમ્બર, 2008 : આસામમાં અલગ અલગ વિસ્તારની અંદર 18 આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 45 લોકોનાં મોત અને 100 કરતાં વધારે ઘાયલ.

Share this Story:

Follow Webdunia gujarati