Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈની હાજી અલ્લાહની દરગાહમાં તૃપ્તિના પ્રવેશથી બબાલ

મુંબઈની હાજી અલ્લાહની દરગાહમાં તૃપ્તિના પ્રવેશથી બબાલ
મુંબઈ. , ગુરુવાર, 12 મે 2016 (13:53 IST)
લગભગ એક મહિનાથી રોકવામાં આવી રહેલ મહિલા અધિકાર કાર્યકર્તા તૃપ્તિ દેસાઈ બુધવારે સવારે મુંબઈની હાજી અલી દરગાહમાં પ્રવેશ કર્યો. તેમના દરગાહમાં પ્રવેશ કરતા જ પોલીસ અને સ્થાનીક લોકો વચ્ચે વિવાદ થઈ ગયો.  ભુમાતા બ્રિગેડની અધ્યક્ષા તૃપ્તિ દેસાઇએ આજે કડક સુરક્ષા વચ્ચે હાજી અલી દરગાહમાં પ્રવેશ કર્યો હતો. આજે સવારે તેણી મુંબઇની પ્રસિધ્ધ હાજીઅલી દરગાહમાં પ્રવેશી હતી અને તેણીએ પ્રવેશ કર્યો એટલુ જ નહી મઝાર પર માથુ પણ ટેકવ્યુ હતુ. તેણીએ થોડા સમય પહેલા જ એલાન કર્યુ હતુ કે, હું ચુપચાપ હાજી અલી દરગાહમાં પ્રવેશ કરીશ અને તે આજે પોતાના કામમાં સફળ થઇ હતી.
 
તૃપ્તિ દેસાઇને પોલીસે સુરક્ષા હેઠળ બહાર કાઢી હતી અને પોલીસ તેણીને સાથે પણ લઇ ગઇ હતી. તેણીને કયા લઇ જવાય છે તેની કોઇ માહિતી મળી નથી. અગાઉ તૃપ્તિ દેસાઇએ જાહેરાત કરી હતી કે, કોઇપણને જણાવ્યા વગર તે દરગાહમાં પ્રવેશ કરશે. દરગાહમાં પ્રવેશ કર્યા બાદ પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ચડભડ થઇ હતી. વિવાદ જોઇ દરગાહને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે. તેણીએ કહ્યુ છે કે, મારી ચળવળ લીંગભેદને સમાપ્ત કરવા અંગેની છે.
 
તૃપ્તિ દેસાઇએ કહ્યુ હતુ કે, પોલીસે આ વખતે મારો સહયોગ કર્યો હતો. ગયા મહિને તૃપ્તિ અને તેના કાર્યકરોને અંદર જવા દેવાયા ન હતા. હાજી અલી દરગાહ ટ્રસ્ટે કહ્યુ છે કે, ધાર્મિક નિયમોના આધારે મહિલાઓને અંદર જવાની અનુમતી નથી કારણ કે, ઇસ્લામમાં મનાઇ ફરમાવાઇ છે. આજે તૃપ્તિ દેસાઇએ કહ્યુ છે કે, મહિલાઓને દરગાહની અંદર જવાની પરવાનગી મળવી જોઇએ જે માટે મે પ્રાર્થના કરી છે. 15 દિવસની અંદર મહિલાઓને દરગાહમાં પ્રવેશની પરવાનગી નહી અપાય તો અમે દેખાવો કરશુ.
 
અત્રે એ નોંધનીય છે કે, હાજી અલી ટ્રસ્ટે મહિલાઓના પ્રવેશ ઉપર મનાઇ ફરમાવી છે જેનો તૃપ્તિ દેસાઇ સહિત અનેક મહિલા સંગઠનોએ વિરોધ કર્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગોંડલમાં માવઠું, વીજળી પડતાં 1નું મોત, 2ને ઇજા