Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઇમાં તૈનાત થયા કમાન્ડો !

મુંબઇ, ચેન્નાઇ, હૈદરાબાદ, કોલક્તામાં એન.એસ.જી કેન્દ્ર

મુંબઇમાં તૈનાત થયા કમાન્ડો !

વાર્તા

મુંબઇ , બુધવાર, 1 જુલાઈ 2009 (11:47 IST)
મુંબઇમાં ગત વર્ષે થયેલા આતંકવાદી હુમલા બાદ અહીં સુરક્ષાને લઇને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ્સ (એન.એસ.જી) કેન્દ્ર અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે. દેશના ગૃહમંત્રી પી ચિંદબરમે આ કેન્દ્રને દેશને સમર્પિત કર્યું હતું. ત્રણ વઘુ કન્દ્રો જે ચેન્નાઇ, હૈદરાબાદ અને કોલક્તામાં સ્થાપિત કરાયા છે જે આજથી કાર્યશીલ થશે.

કેન્દ્રિય ગૃહમંત્રી પી ચિદંબરમ મુંબઇના પૂર્વી ઉપનગર કલીના સ્થિત નવા પોલીસ મુખ્યાલયમાં સ્થાપિત કરાયેલા આ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં કહ્યું હતું કે, એન.એસ.જી કમાન્ડોને આતંકવાદી અને વિમાન અપહરણકર્તાઓ સાથે કેવી રીતે સામનો કરવો એ વિશેશ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ કેન્દ્રમાં 250 કમાન્ડો તૈનાત રહેશે અને દેશને પશ્વિમી ભાગમાં કોઇ પણ આતંકવાદી ગતિવિધિની સુચના મળતાં 30 મિનિટમાં ત્યાં પહોંચી જશે.

ચિદંબરમે કહ્યું કે, તમામ મુખ્ય મહાનગરોમાં હેલીકોપ્ટર પુરા પાડવામાં આવશે. તેમણે મહારાષ્ટ્ર સરકારને એન.એસ.જી કેન્દ્ર માટે મરોલમાં 23 એકર જમીન આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati