Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિગ-27 દુ્ર્ઘટનાગ્રસ્ત-પાઈલોટનો બચાવ

હાશિમારા એરબેઝથી ઉડ્યુ અને દસ કિલોમીટર અંતર કાપીને અચાનક નીચે પટકાયું

મિગ-27 દુ્ર્ઘટનાગ્રસ્ત-પાઈલોટનો બચાવ

વાર્તા

નવી દિલ્હી , ગુરુવાર, 31 જાન્યુઆરી 2008 (16:19 IST)
નવી દિલ્હી(વાર્તા) ભારતીય વાયુસેનાનુ મિગ-27 વિમાન પશ્ચીમ બંગળામાં દુર્ઘટનાગ્રસ્ત બન્યુ હતુ. આ બનાવમાં સમય સુચકતા વાપરતાં પાઈલોટનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપી દેવાયો છે તેવુ વાયુસેનાના સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, પશ્ચીમ બંગાળમાં ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન મિગ-27 દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. વિમાનના પાઈલોટ વિંગ કમાંડર જે સિંહ સુરક્ષીત રીતે પ્લેનમાંથી કુદી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. વાયુસેનાના સુત્રોએ જણાવ્યુ હતુ કે, ફાઈટર પ્લેન હાશિમારા એરબેઝથી ઉડ્યુ હતુ અને દસ કિલોમીટરનુ અંતર કાપ્યા પછી અચાનક નીચે પટકાયુ હતુ.

Share this Story:

Follow Webdunia gujarati