Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માલિનમાં જમીન ઢસડી - 21 લોકો મૃત અને 8 જીવતા લોકોને બહાર કાઢ્યા

માલિનમાં જમીન ઢસડી - 21 લોકો મૃત અને 8 જીવતા લોકોને બહાર કાઢ્યા
પુણે , ગુરુવાર, 31 જુલાઈ 2014 (10:03 IST)
મહારાષ્ટ્રમાં પુણે શહેરથી લગભગ 80 કિલોમીટર દૂર માલિન ગામમાં લૈંડસ્લાઈડ પછી કીચડમાંથી દબાયેલા લોકોને કાઢવાનુ કામકાજ ચાલુ છે. અત્યાર સુધી 21 શબ બહાર કઢાઈ ચુકાયા છે. લગભગ 200થી વધુ લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. અત્યાર સુધી 8 લોકોને જીવતા બહાર કાઢ્યા છે. 
 
કાટમાળમાં દબાયુ ગામ, ફક્ત મંદિરનુ શિખર જ દેખાય રહ્યુ હતુ 
માલિનના પડોશી ગામ ઘોડેગામના પોલીસ મિત્ર પ્રતાપ બેહરેવરે બુધવારે લૈંડસ્લાઈડની સૂચના મળતા તરત જ રાહત કાર્યમાં મદદ કરવા પહોંચ્યા હતા. માલિનને યાદ કરતા પ્રતાપ જણાવે છે કે ડિંબહે બાંધ પાસની પહાડીઓની તળેટીમાં વસેલ આ ગામ નાના-નાન ઘરોથી ગુલઝાર હતુ. આ ઘરોની વચ્ચે 35 ફીટ ઊંચુ હનુમાન મંદિર હતુ. પણ બુધવારે લૈંડસ્લાઈડ પછીનો નજારો જોઈને તે દંગ રહી ગયા. તેમણે કહ્યુ આખુ ગામ લગભગ 30-35 ફીટ પહોળા કીચડ અને કાટમાળમાં દબાય ગયુ હતુ. એવુ લાગતુ હતુ કે આને કીચડથી ઢાંકી દીધુ હોય. કાટમાળ વચ્ચે ફક્ત ગામના મંદિરનુ શિખર જ દેખાય રહ્યુ હતુ. 
 
પ્રતાપનુ કહેવુ છે કે 'લેંડસ્લાઈડની સૂચના મળતા હુ મારી જીપ અને દસ પોલીસવાળાઓને સાથે લઈને ગામ તરફ નીકળી ગયો હતો. લગભગ ત્રીસ કિલોમીટરનું અંતર નક્કી કર્યા પછી અમે અડધો કલાકમાં ગામ પહોંચ્યા. આ સમયે વરસાદ થઈ રહ્યો હતો.  અમે મલબામાંથી શબ કાઢી રહ્યા હતા કે અચાનક પહાડીનો એક હિસ્સો ધ્વસ્ત થઈને પડ્યો. અમે ત્યાથી ભાગીને અમારો જીવ બચાવવો પડ્યો. પણ અમે બચાવ કાર્યમાં લાગ્યા રહ્યા. લગભગ 11 વાગ્યે રાહત દળ અને એબુલેંસ વગેરે પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ. 
 
છ લોકોના આ રીતે બચ્યા જીવ 
 
પ્રતાપ કહે છે કે મહારાષ્ટ્ર રોડ ટ્રાંસપોર્ટની બસ રાત્રે ગામમાં રોકાય છે અને સવારે સાઢા સાત વાગ્યે અહીથી નીકળે છે. છ લોકો પોતાના બાળકોને છોડવા ગામથી થોડે દૂર આવેલ રહેવાસી વિસ્તારના બહારના ભાગમાં આવેલ બસ સ્ટોપ પર ગયા હતા. આ લોકો સવારે જલ્દી જ ગામમાંથી નીકળી ગયા હતા અને આ રીતે તેમનો જીવ બચી ગયો.   
 
ગૃહમંત્રી પણ પહોચ્યા માલિન. 
 
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને ઉપમુખ્યમંત્રી અજિત પવારે બુધવારે ગામ પહોંચીની સ્થિતિ અને રાહત તેમજ બચાવના કામની મુલાકાત લીધી. ટીવી રિપોર્ટ્સ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર સહિત અનેક મોટા નેતા પણ ગુરૂવારે માલિન ગામ પહોંચશે. 

Share this Story:

Follow Webdunia gujarati