Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્ર સરકારને સુપ્રિમ કોર્ટની નોટિસ

મહારાષ્ટ્ર સરકારને સુપ્રિમ કોર્ટની નોટિસ

વાર્તા

, મંગળવાર, 11 નવેમ્બર 2008 (12:19 IST)
હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ઉત્તર ભારતીયો પર કરાયેલા હુમલાના મામલે સોમવારે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી.

મુખ્ય ન્યાયાધિશ કે.જી બાલાકૃષ્ણન, ન્યાય મૂર્તિ પી. સદાશિવ અને જે.એમ.પાંચાલની ખંડપીઠે બે જનહિતની અરજીઓ પર સુનવણી કરતા મહારાષ્ટ્રની દેશમુખ સરકારને કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી છે.

આ જનહિતની અરજીમાં મનસેના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી ઉત્તર ભારતીયો પર હિંસા અને મહારાષ્ટ્ર સરકારે પટણાના યુવકનું નકલી એંકાઉંટર કર્યુ હતું, જ્યારે સ્થાનિક ટ્રેનમાં મનસેના કાર્યકરોએ ધરમદેવની કરેલી હત્યાના મામલે કાનૂની તપાસ કરાવવાની માંગ કરી હતી.

જનહીતની અરજી કરનાર સંજીવ કુમાર સિંહ અને સલેકચંદ જૈનના વકિલે એવો આરોપ લગાવ્યો કે મનસેની આ દાદાગીરીમાં રાજ્ય સરકારનો પણ બરોબરનો હાથ છે.

અરજીકર્તાઓએ ઉત્તરભારતીઓની જાનમાલના નુકસાનની ભરપાઈ અને સુરક્ષા વધારવા તથા રાજની ફરી ન્યાયિક ધરપકડ કરવાની માંગ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati