Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્રના સીએમ બન્યા દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના સીએમ બન્યા દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ , મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (17:32 IST)
. મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ દેવેન્દ્ર ગંગાઘરરાવ ફડણવીસ પ્રદેશના આગામી મુખ્યમંત્રી રહેશે. બીજેપીના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ અને જેપી નડ્ડાની હાજરીમાં મહારાષ્ટ્રના વિધાનભવનમાં થયેલ ધારસભ્ય દળની બેઠકમાં ફડણવીસને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા.  ફડણવીસ હવે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. અને 31 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી પદની શપથ લઈ શકે છે.  
 
અગાઉની મહારાષ્ટ્ર વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યાથી લઈને પ્રદેશની વીજળી વિતરણ કંપનીના ખાનગીકરણ સહિત અનેક મુદ્દા જોરશોરથી ઉઠાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન સરકાર દરમિયાન થયેલ ગોટાળા વિરુદ્ધ પણ અવાજ ઉઠાવ્યો હતો. જેમા સિંચાઈ ગોટાળો અને આદર્શ હાઉસિંગ સોસાયટી ગોટાળ મુખ્ય છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમનુ યુવા હોવુ સૌથી મોટી તાકત છે. અત્યાર સુધી મહારાષ્ટ્રની રાજનીતિ પશ્ચિમ મહારાષ્ટ્રથી નક્કી થતી હતી હવે મહારાષ્ટ્રના રાજકારણમાં થયેલ બદલાવને ધ્યાનમાં રાખતા દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકા મુખ્ય છે.  
 
19 વર્ષની વયે વોર્ડ અધ્યક્ષથી લઈને પ્રદેશના સૌથી મોટા પદ સુધી પહોંચવા દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે અનેક મહત્વપુર્ણ જવાબદારીઓ ભજવી છે. તેઓ ભારતીય જનતા યુવા મોરકહના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે.  સૂત્રોનુ કહેવુ છે કે સ્વચ્છ છબિવાળા નેતાના નેતૃત્વમાં પ્રદેશમાં બીજેપી એક નવી શરૂઆત કરી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati