Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મફત પાણી પછી હવે સસ્તી વીજળી પર દિલ્હીવાસીઓની નજર

મફત પાણી પછી હવે સસ્તી વીજળી પર દિલ્હીવાસીઓની નજર
નવી દિલ્હી. , મંગળવાર, 31 ડિસેમ્બર 2013 (13:04 IST)
P.R
દિલ્હીમાં લોકોને મફત પાણી આપવાનુ વચન પુર્ણ કર્યા બાદ હવે આમ આદમી પાર્ટીની સરકાર વીજળીની કિમંત પચાસ ટકા ઓછી કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. એવુ કહેવાય રહ્યુ છે કે તેના પર પણ ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. માહિતગારો મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ છે તેથી તેઓ આગામી બે દિવસ સુધી ઓફિસ નહી જાય. પણ તેઓ વીજળી અધિકારીઓની સાથે ઘરે જ બેઠક બોલાવીને કોઈ નિર્ણય લેશે. જોકે વિશેષજ્ઞોનુ માનવુ છે કે વીજળીની કિમંતમાં કપાત પર નિર્ણય લેવો સહેલો નહી રહે. બીજી બાજુ દિલ્હી વિદ્યુત નિયામક આયોગ (ડીઈઆરસી)એ કહ્યુ કે સરકાર તરફથી અત્યાર સુધી કોઈ પ્રસ્તાવ નથી મલ્યો. વર્તમાન દરની સમીક્ષામાં ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. સૂત્રોનુ માનવુ છે કે ડીઈઆરસી દરોને ઓછા કરવાનો પક્ષમાં નથી. આવામા સરકાર મોટી સબસીડી આપીને જનતાને રાહત આપી શકે છે, પણ આનાથી ખજાના પર બોઝો વધશે, જે છેવટે લોકો પાસેથી જ વસૂલવામાં આવશે.

એવુ કહેવાય છે કે જો સરકારે વીજળીની કિમંતો 50 ટકા ઓછી કરવા માટે સબસીડી આપી તો ખજાના પર વાર્ષિક 5000 કરોડનો બોજો વધશે. તેથી કેજરીવાલ સરકાર એવા ઉપભોક્તાઓને જ 50 ટકાની રાહત આપવાનો વિચાર કરી રહી છે જે દર મહિને 400 યૂનિટ સુધી વીજળીનો ખર્ચ કરે છે.

વિશેષજ્ઞોનુ માનીએ તો સરકાર પાણીની જેમ વીજળીની કિમંતો ઓચુ કરવાનો નિર્ણય સહેલાઈથી નથી લઈ શકતી. ડીઈઆરસી અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખીને ટૈરિફ નક્કી કરે છે અને એકવાર આ નક્કી થઈ જાય છે તો તેને વર્ષ સુધી સરકાર તેમા હસ્તક્ષેપ નથી કરી શકતી. જેના પર સુપ્રીમકોર્ટે પણ પોતાનો નિર્ણય આપ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સરકારે એક મુખ્ય નિર્ણયમાં દિલ્હીના દરેક પરિવારને 20 હજાર લીટર પાણી મફત આપવાનો નિર્ણય કર્યો છે. મતલબ રોજ 666 લીટર પાણી દરેક પરિવારને મફત મળશે. આ સુવિદ્યા એવા લોકોને મળશે જેમના ઘરમા મીટર છે. આવા લોકોની સંખ્યા લગભગ 12 લાખ છે. આની ઉપર ખર્ચ કરનારને બિલ ભરવુ પડશે. જો કે તેને લઈને વિપક્ષે આલોચના પણ શરૂ કરી દીધી છે. તેમનુ કહેવુ છે કે આ ફક્ત આંકડાની બાજીગરી છે. જેનો લાભ દરેક વર્ગના લોકોને નહી મળી શકે.

Share this Story:

Follow Webdunia gujarati