Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મનમોહન સૌથી નબળાં વડાપ્રધાન-અડવાણી

મનમોહન સૌથી નબળાં વડાપ્રધાન-અડવાણી

ભાષા

મુરાદાબાદ , રવિવાર, 28 સપ્ટેમ્બર 2008 (16:04 IST)
આતંકવાદનાં મુદ્દા પર વડાપ્રધાન મનમોહનસિંહ પર પુનઃપ્રહાર કરતાં ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ શનિવારે કહ્યું હતું કે દેશનાં ઈતિહાસનાં 14 વડાપ્રધાનમાં તેમનાં જેવો નબળાં વડાપ્રધાન જોયા નથી.

અડવાણીએ અહીં એક રેલીને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ગઈ ચુંટણી દરમિયાન કોંગ્રેસે જનતાને વચન આપ્યું હતું કે તે જનતાને સુરક્ષા આપશે. પણ આજે દેશની જનતા સુરક્ષિત નથી. એકાંતરે દિવસે દેશમાં બ્લાસ્ટ થઈ રહ્યાં છે. દેશનું કોઈ શહેર આતંકવાદથી બાકી રહ્યું નથી.

દિલ્હી બ્લાસ્ટ વડાપ્રધાને કહ્યું હતું કે દેશમાં આતંકવાદ વિરૂધ્ધ કડક કાયદાની જરૂર છે. પણ એનડીએ સરકારે બનાવેલો પોટા કાયદો સત્તા આવતાંની સાથે દૂર કરી દીધો.

અડવાણીએ કહ્યું હતું કે આ સરકારનો કામ કરવાની રીત સમજની બહાર છે. એકબાજુ આતંકવાદ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે છે. પણ કાયદો લાવવાની વાત આવે છે, ત્યારે તેઓ પાછા પડે છે. સાંસદોની હરાજી થઈ રહી છે, તેનો ભાવ બોલાઈ રહ્યો છે. આમ સરકાર દરેક મોર્ચે નિષ્ફળ છે. તેનાં મંત્રિમંડળમાં અપરાધી, કૌભાંડી, બ્લેકમેઈલર જેવા ઘણાં લોકો સામેલ છે.

અડવાણીએ જણાવ્યું હતું કે નાગરિકો મોંઘવારીથી પીડાઈ રહ્યાં છે. ત્યારે સરકાર ખુદને બચાવવાનાં પ્રયત્નો કરી રહી છે. આમ યુપીએ સરકાર દરેક મોર્ચે નિષ્ફળ અને જનતા સાથે વિશ્વાસઘાત કરનારી સરકાર છે.

Share this Story:

Follow Webdunia gujarati