Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મનમોહન સિંહ બોલ્યા - 'મોદી શુ છે એ આખો દેશ જાણે છે' !!

મનમોહન સિંહ બોલ્યા - 'મોદી શુ છે એ આખો દેશ જાણે છે' !!
નવી દિલ્હી. , મંગળવાર, 18 જૂન 2013 (11:50 IST)
P.R

પ્રધાનમંત્રી મનમોહન સિંહે કેબિનેટમાં ફેરફાર કરવાના અવસર પર એનડીએથી જુદી થયેલ જેડીયૂની તરફ પત્તુ ફેંકતાની સાથે જ મોદી પર નિશાન પણ તાકી દીધુ. નરેન્દ્ર મોદીના પ્રશ્ન પર પીએમે કહ્યુ કે મોદી શુ છે એ આખા દેશના લોકો જાણે છે. જ્યા સુધી બીજેપીમાં પીએમ પદને લઈને ખેંચતાણ, તેમના પરસ્પર મામલાની વાત છે. પીએમ રાહુલ ગાંધીના પ્રશ્ન પર પણ બોલ્યા અને કહ્યુ કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ તેમનુ સ્થાન લઈ શકે છે. પીએમે નીતીશ કુમારને ધર્મનિરપેક્ષ બતાવતા કહ્યુ કે રાજનીતિમાં કોઈ હંમેશા દુશ્મન નથી હોતા. પ્રધાનમંત્રીનુ માનીએ તો દેશમાં સતત ત્રીજીવાર યૂપીએ સરકાર બનાવશે, જ્યારે કે ફેડરલ ફ્રંટને પીએમે નકારતા કહ્યુ કે આ તેમને માટે પડકાર નથી.

નીતીશ બોલ્યા, બીજેપીમાં અટલ-અડવાણી યુગ સમાપ્ત

ભારતીય જનતા પાર્ટીની સાથે 17 વર્ષ જૂનુ ગઠબંધન તોડવાના એક દિવસ પછી જનતાદળના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે કહ્યુ કે બીજેપીમાં અટલ-અડવાણી યુગ સમાપ્ત થઈ ગયુ છે. અને નવા નેતાઓને સાથે કામ કરવુ મુશ્કેલ થઈ ગયુ હતુ. સાપ્તાહિક જનતા દરબાર પછી નીતીશે સંવાદદાતા સંમેલનમાં કહ્યુ કે બીજેપી અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા પોતાના વરિષ્ઠ નેતાઓને ભૂલી ગઈ છે. જેમણે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પાર્ટી એ રાષ્ટ્રીય એજંડાને પણ ભૂલી ગઈ છે જે બધાના હિતોને ધ્યાનમાં રાખીને બ્નાવવામાં આવ્યો હતો.

પ્રોટોકોલ હતો તેથી મોદીના વખાણ કર્યા

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બીજેપીથી સંબંધ તોડ્યા બાદ સફાઈ આપી છે. નીતીશે કહ્યુ કે તેમને બિહારના બીજેપી નેતાઓથી કોઈ ફરિયાદ નથી. સુશીલ કુમાર મોદી સામે અમને કોઈ વાંધો નથી. તકલીફ ત્યારે શરૂ થઈ જ્યારે બહારથી બિનજરૂરી દબાણ આવ્યુ. નીતીશે કહ્યુ કે નવા યુગના નેતાઓને કારણે બીજેપી સાથે તાલમેલ કરવામાં વાંધો આવી રહ્યો છે. બીજેપીએ પોતાના જૂના નેતાઓને ભૂલાવી દીધા છે. બીજેપી સાથે મૈત્રીનો તો સવાલ જ નથી ઉઠતો. અમે એક પણ સીટ જીતીશુ તો પોતાના દમ પર જીતીશુ. ડિસેમ્બર 2003માં મોદીના વખાણ પર ચોખવટ કરતા તેમણે કહ્યુ કે સરકારી કાર્યક્રમને કારણે તેમને મોદીના વખાણ કરવા પડ્યા. પ્રોટોકોલ હેઠળ આવુ કરવુ પડે છે. 13 ડિસેમ્બર 2003માં કચ્છમાં એક્રેલ પ્રોજેક્ટના ઉદ્દઘાટન દરમિયાન નીતીશે મોદી રાજકારણમાં છવાય જશે એવી ભવિષ્યવાણી પણ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati