Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મધ્યપ્રદેશમાં ચાલતી બસમાં કિશોરી સાથે બળાત્કાર, ફરી એકવાર દિલ્હી જેવી ઘટના

મધ્યપ્રદેશમાં ચાલતી બસમાં કિશોરી સાથે બળાત્કાર, ફરી એકવાર દિલ્હી જેવી ઘટના
, સોમવાર, 21 એપ્રિલ 2014 (12:03 IST)
મધ્યપ્રદેશના સિગરોલીમાં એક કિશોરી સાથે ચાલતી બસમાં ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. આ બાળકી પોતાના ઘરે જઈ રહી હતી, એ દરમિયાન તેની સાથે આ શરમજનક ઘટના બની. પોલીસે બસને પોતાના કબજે લીધી છે. જેમા ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પોલીસે આ કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓને પકડી લેવાનો દાવો કર્યો છે. 
 
સિંગરોલી જીલ્લાના જલહથની ગામમાં 14 વર્ષીય કિશોરીની સાથે 3 લોકો દ્વારા સામૂહિક બળાત્કારનાને કારણે કિશોરીની હાલત ગંભીર છે.  પીડિતા પોતાના ફોઈની ઘરે ફરવા આવી હતી અને ત્યાથી પરત ફરતી વખતે તેની સાથે ગેંગરેપ થયો. 
 
સિંગરોલીમાં થયેલ આ ગેંગરેપની ઘટનાએ દિલ્હીમાં નિર્ભયાની સાથે થયેલ ગેંગરેપની ઘટનાની યાદો એકવાર ફરી તાજી કરી દીધી છે. નિર્ભયાની સાથે દિલ્હીમાં ચાલતી બસની અંદર ગેંગરેપ થયો હતો. જો કે નિર્ભયાના દોષી પોતાના અંજામ સુધી પહોંચી ચુક્યા છે.  

Share this Story:

Follow Webdunia gujarati