Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત-ચીન સંબંધો પર શુ બોલ્યા મોદી.

ભારત-ચીન સંબંધો પર શુ બોલ્યા મોદી.
, ગુરુવાર, 18 સપ્ટેમ્બર 2014 (13:59 IST)
ભારત-ચીન વચ્ચે મહત્વપૂર્ણ વાતચીતથી હુ ખુશ છુ. મને ખુશી છે કે મારા પીએમ બનવાના બે મહિના પછી જ ચીનના રાષ્ટ્રપતિ ભારત આવ્યા.   ભારતમાં પડોશી દેશો સાથેના સંબંધો ખૂબ મહત્વપૂર્ણ રહ્યા છે. ચીન ભારતનો સૌથી મોટો પડોશી દેશ છે. 
 
છેલ્લા બે દિવસમાં ભારત અને ચીન વચ્ચે દરેક મુદ્દે વાતચીત કરવાનો મોક્કો મલ્યો. અમે નક્કી કર્યુ છે કે અમે અમારા આદાન પ્રદાનનું મહત્વ કાયમ રાખીશુ. 

અમારો વિચાર છે કે અમારી વિકાસ ગતિ  ક્ષમતાથી ખૂબ ઓછો  છે. અમારા ટ્રેડની ગતિ ઓછી થઈ છે. મે તેમને આગ્રહ કર્યો છે કે  અમારી કંપનીઓને ચાઈનામાં ઈનવેસ્ટમેંટ  કરવાની તકોને  સરળ બનાવે. 

મે ભારતમાં વિશેષ કરીને ઈંફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્સ્ચરિંગમાં ઈનવેસ્ટમેંટ માટે આમંત્રિત કર્યા છે. મને પ્રસન્તા છે કે આજે બે સમજૂતી વચ્ચે કરાર થયો છે. તેમને 5 વર્ષમાં 20 મિલિયન ડોલરનુ ઈનવેસ્ટ મેંટ કરવાનુ આશ્વાસન આપ્યુ છે.

હુ બંને દેશોની 5 યર ઈકોનોમિકને એક મુખ્ય પગલુ સમજુ છુ અને તેનુ સ્વાગત કરુ છુ. 

આજ પણ સમજૂતી અને ઘોષણા બતાવે છે કે અમારી ભાગીદારી વધારવા લોકોની વચ્ચે સમજૂતી અને આર્ટને એક કેન્દ્ર માને છે. 

ભારતના બધા લોકો તરફથી હુ આભાર પ્રગટ કરુ છુ કે તેમને કૈલાશ માનસરોવર માટે નાથુલાના રસ્તેથી એક માર્ગ બનાવવાની સહમતિ આપી છે. આનાથી તીર્થયાત્રા ઓછા સમયમાં પુર્ણ થશે.  આવુ કરવાથી ભારતમાંથી અનેક લોકો કૈલાશ માનસરોવરની યાત્રાએ જઈ શકશે.  આ રસ્તો ચોમાસામાં આવતા વિધ્નોથી પણ બચાવશે.  

જ્યા અમે અમારા સંબંધો વધારવાની વાત કરી છે ત્યા સાથે જ અમે અનેક કઠોર પ્રશ્નો વિશે પણ વાત કરી છે. મે સીમામાં જે ઘટનાઓ થઈ છે તેના પર ચિંતા પ્રગટ કરી છે. અને આનો ઉકેલ લાવવો જોઈએ. સીમા પર શાંતિ એ પરસ્પર વિશ્વાસનુ પ્રતિક છે. આપણે બાઉંડ્રી ટેંશનને જલ્દી ઉકેલવા જોઈએ. 

અમારા સીમા સંબંધી સમજૂતીથી ફાયદો થયો છે. મે સલાહ આપી છે કે સીમા પર શાંતિ અને સ્થિરતા માટે એલઓસીની  ખૂબ જ જરૂરી છે. 

મે ચીનની વીઝા પોલીસી અને ફ્રાંસ પર ચિતા પ્રગટ કરી. મે માનુ છુ કે આ પ્રકારના વિધ્નોથી પરસ્પર વિશ્વવાસ અને સંબંધ વધુ ગાઢ બનશે.  

અમે ક્ષેત્રીય અને આતરરાષ્ટ્રીય  વિષયો પર પણ વાતચીત કરી.  એક શાંતિપૂર્ણ અને સ્થિર  ક્ષેત્ર  અને સમૃદ્ધ આતંકવાદ અને સંયુક્તવાદ પર આમે અમારો સહયોગ વધારીશુ.  

પીસીઆઈએમ પર પણ  વાતચીત થઈ. હુ માનુ છુ કે એશિયાના વિવિધ ક્ષેત્રોને રોકવાથી એશિયાની પ્રગતિ વધશે.  આ બધામાં શાંતિ વિશ્વાસ સહયોગ અને સ્થિરતા ખૂબ જ જરૂરી છે.  

અંતમાં હુ કહેવા માંગુ છુ કે આ એક ઐતિહાસિક અવસર છે. અમે અમારા સંબંધોના નવા ફેસની શરૂઆત કરી શકીએ છીએ. જો આપ્ણે અવસરો અને પડકારોને ધ્યાનમાં રાખીએ તો મને વિશ્વાસ છે કે આપણે આમા સફળતા જરૂર મેળવી શકીશુ. 

Share this Story:

Follow Webdunia gujarati