Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતમાં 2015માં વધી અસહિષ્ણુતા, આ અમેરિકી રિપોર્ટનો સરકારે આપ્યો જવાબ

ભારતમાં 2015માં વધી અસહિષ્ણુતા, આ અમેરિકી રિપોર્ટનો સરકારે આપ્યો જવાબ
દિલ્હી. , મંગળવાર, 3 મે 2016 (18:15 IST)
ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકાની સરકારી સંસ્થાની રિપોર્ટ પર તીખી પ્રતિક્રિયા આપી છે અને કહ્યુ છે કે અમે આ રિપોર્ટને મહત્વ નથી આપતા. વિદેશ મંત્રાલયે એક નિવેદન રજુ કરીને કહ્યુ છે કે અમેરિકી આયોગે એકવાર ફરી એ બતાવ્યુ છે કે તેને ભારત, ભારતીય સંવિધાન અને સમાજની સમજ નથી. 
 
નિવેદનમાં કહેવામાં આવ્યુ કે ભારત એક બહુલતાવાદી સમાજ છે જે મજબૂત લોકતંત્રના સિધ્ધાંતો પર આધારિત છે. ભારતીય સંવિધાન દેશના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાની ગેરંટી આપે છે. આ અધિકાર નાગરિકોનો મૌલિક અધિકાર પણ છે.  વિદેશ મંત્રાલયના નિવેદનમાં અમેરિકી આયોગ USCIRFની ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર સવાલ ઉઠાવવા પર જ પ્રશ્ન ઉભો કરી દીધો છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજસ્થાનમાં બહેનના ભાત ભરવાના રિવાજમાં આખા ગામના દરેક ઘરમાં સોનાની અંગુઠી આપી