Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતને વીજળી આપવા મોદીનું વચન

ભારતને વીજળી આપવા મોદીનું વચન

ભાષા

મુંબઇ , સોમવાર, 27 એપ્રિલ 2009 (10:28 IST)
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે દાવો કર્યો હતો કે વર્ષ 2012 સુધી તેમનું રાજ્ય સમગ્ર ભારતને વીજળી આપવા માટે સક્ષમ બનશે. મોદીએ મધ્ય મુંબઇના ઘાટકોપરમાં ભાજપની ચૂંટણી સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, જ્યાં દેશ નીચે જઇ રહ્યો છે ત્યાં ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે કોઇ પણ વધારાના કર લાદ્યા વિના ગુજરાતમાં નાણાકીય સ્થિતિ સરપ્લસ છે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતના આ પરિણામો સીધા છે કારણકે જનતાએ કોંગ્રેસને ઉખાડી ફેંકી છે અને ભાજપને સત્તામાં બેસાડી છે. પ્રધાનમંત્રી મનમોહનસિંહના આ નિવેદન ઉપર કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી કે, તેમણે કહ્યું હતું કે જ્યારં પરણાણું કરાર વખતે અન્ય પક્ષોએ વિરોધ કર્યો હતો એ પળ એમના માટે કઠિન હતી, તો શુ મુંબઇમાં 200 લોકોના મોત થયા ત્યારે એમને દુઃખ નહોતું થયું એવો મોદીએ સવાલ કર્યો હતો. વધુમાં તેમણે મુંબઇ હુમલાની ભારે નિંદા કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati