Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતના યુવાનો પર ISISનો પ્રભાવ ચિંતાનો વિષય - રાજનાથ

દેશમાં ઈસ્લામી રાજ્યોનો ફેલાવો નહી થવા દઈએ - રાજનાથ

ભારતના યુવાનો પર ISISનો પ્રભાવ ચિંતાનો વિષય - રાજનાથ
ગુવાહાટી. , શનિવાર, 29 નવેમ્બર 2014 (12:33 IST)
દેશમાં ઈલ્સામિક સ્ટેટ (આઈએસ) ના વધતા પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરતા ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ છે કે દેશમાં આતંકવાદી સંગઠનોનો પ્રભાવ વધવો ચિંતાની વાત છે. પણ અમને દેશની સુરક્ષા બળ પર પુર્ણ વિશ્વાસ છે. અમને વિશ્વાસ છેકે તેઓ કોઈપણ પ્રકારની મુસીબતોનો સામનો કરી શકે છે. રાજનાથ સિંહે કહ્યુ 'આ ચિંતાનુ એક મુખ્ય કારણ છે કે દેશના અનેક યુવા આતંકી સંગઠનો તરફ આકર્ષિત થઈ રહ્યા છે. દુનિયાભરમાં અનેક આતંકી સંગઠન હશે પણ અમે તેમને આપણા દેશમાં પગ પસારવા નહી દઈએ.' 
 
અસમમાં પોલીસ અધિકારીઓની મીટિંગ દરમિયાન ગૃહ મંત્રીએ દેશની સુરક્ષા બળોને તેમના દ્વારા કરવામાં આવેલ યોગદાન માટે તેમનો આભાર માન્યો. તેમણે કહ્યુ ..'લોકોની સુરક્ષા માટે પોલીસ ફોર્સ અને ઈંટિલિજેંસ એજંસીઓની ભૂમિકા મુખ્ય છે. જ્યારે પણ કોઈ યુવાને વર્દીમાં જોઉ છુ તો મને ગર્વ અને જવાબદારીની ભાવનાનો અહેસાસ થાય છે.  
 
બીજી બાજુ અરનિયામાં થયેલ આતંકી હુમલામાં માર્યા ગયેલા 11 લોકોને લઈને સિંહે કહ્યુ કે આતંકી સંગઠન હવે પહેલાની જેમ જમ્મુ-કાશ્મીરથી યુવાઓની પોતાના સંગઠનોમાં ભરતી નહી કરી શકે. રાજનાથ સિંહે દેશમાં એંટી નેહનલ અને એંટી સોશિયલ ફોર્સેસ દ્વારા કરવામાં આવી રહેલ સ્પેસના ઉપયોગને લઈને પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યુ કે અમે સાઈબર સ્પેસમાં ઉઠાવવામાં આવેલ પગલા પર નજર રાખવી પડશે. 

Share this Story:

Follow Webdunia gujarati