Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપના નેતા અબ્બાસ નકવીને મારી નાખવાની ધમકી

ભાજપના નેતા અબ્બાસ નકવીને મારી નાખવાની ધમકી
, શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2013 (16:15 IST)
N.D
ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નક્વીને થોડા દિવસ પહેલા ફોન પર આતંકવાદીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમને આ ધમકી લંડનથી મળી છે અને તેમને આતંકવાદ પર કોઈપણ નિવેદન ન આપવાની ધમકી મળી છે. નક્વીએ કેન્દ્ર સરકાર પાસે વધારાની સુરક્ષાની માંગ કરી છે. નક્વીએ કહ્યું છે કે સંસદ પર હુમલાના મુખ્ય દોષિત અફઝલ ગુરુને ફાંસી અપાયા પછીથી તેઓને સતત ધમકીભર્યા ફોન કોલ્સ આવી રહ્યાં છે.

મુખ્તાર અબ્બાસ નક્વીએ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે સમક્ષ વધારાની સુરક્ષાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે અફઝલ 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા હુમલાના ષડયંત્રમાં સામેલ હતો.

દરમિયાન હૈદરાબાદમાં ગુરુવારે થયેલા બોંબ વિસ્ફોટના મામલે ભાજપ દ્વારા સંસદમાં ચર્ચાની માંગ થઈ હતી. આ સાથે એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો હતો કે જો ગૃહમંત્રીને ગુપ્તચર એજન્સીઓની ચેતવણી મળી હતી તો આ વિસ્ફોટો કેમ ન અટકાવાયા?

Share this Story:

Follow Webdunia gujarati