Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બોમ્બે બ્લાસ્ટમાં તાર ગુજરાત સાથે જોડાયેલા છે ?

બોમ્બે બ્લાસ્ટમાં તાર ગુજરાત સાથે જોડાયેલા છે ?
મુંબઈ. , બુધવાર, 20 જુલાઈ 2011 (11:53 IST)
PTI
વિસ્ફોટોની તપાસ કરી રહેલ મહારાષ્ટ્ર એટીએસનુ માનવુ છે કે ત્રણ સ્થળો પર વિસ્ફોટક મુકવામાં ઓછામાં ઓછા છ નવા આતંકવાદીઓનો સમાવેશ છે. તેમણે એ પણ શંકા છે કે આ આતંકવાદીઓના તાર ગુજરાત અને પશ્વિમ બંગાળ સાથે જોડાયેલા હોઈ શકે છે.

એટીએસના એક અધિકારીએ કહ્યુ, 'એનઆઈએ સહિત વિવિધ સુરક્ષા એજંસીઓની સાથે અમારી બેઠકોમાં આ સર્વસંમત વિચાર છે કે ત્રણ સ્થળ પર વિસ્ફોટક મુકવામાં ઓછામાં ઓછા છ આરોપીઓનો સમાવેશ હોઈ શકે છે.

તેમણે કહ્યુ કે શંકા છે કે તેમની આતંકવાદી સંગઠનોમાં નવી ભરતી હશે અને શક્ય છે કે તેઓ બે બે લોકોના સમૂહમાં વિસ્ફોટક સ્થળ પર ગયા હતા

અધિકારીએ કહ્યુ, 'આવુ માનવા માટે અમારી પાસે આધાર છે કે આ આતંકવાદીઓના ગુજરાત અને કલકત્તા સાથે તાર જોડાયેલા હોઈ શકે છે.' જો કે તેમણે આ સંબંધમાં વિગત આપવાનો ઈંકાર કરી દીધો.

તેમણે જણાવ્યુ કે ઝવેરી બજારમાં વિસ્ફોટક એક ટિફિન બોક્સમાં રાખવામાં આવ્યુ હતુ, જ્યારે કે દાદર અને ઓપેરા હાઉસમાં જે ધાતુના કંટનરમાં વિસ્ફોટક મુકવામાં આવ્યા હતા તે હજુ સ્પષ્ટ નથી થઈ શક્યા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય એટીએસ, મુંબઈ અપરાધ શાખા અને રાષ્ટ્રીય તપાસ એજંસી(એનઆઈએ)ને આજે લાંબી બેઠક થઈ જેમા બાબતની તપાસમાં પ્રગતિ અને અન્ય મુદ્દા પર વિચાર કરવામાં આવ્યો.

Share this Story:

Follow Webdunia gujarati