Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે મહાન નેતાનાં વંશજ મળ્યા

બે મહાન નેતાનાં વંશજ મળ્યા

ભાષા

કોલકતા , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (17:34 IST)
માર્ટીન લ્યુથર કિંગ જુનિયરનાં પુત્ર માર્ટીન લુથર કીંગ તૃતીય ગુરૂવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સ્થિત રાજભવનમાં મહાત્મા ગાંધીનાં પૌત્ર અને બંગાળનાં રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીને મળ્યા હતા. આ પળે જાણે કે પાંચ દાયકા પહેલાંનો ઈતિહાસ નજર સામે ખડો થયો હતો.

માર્ટીને જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે. હું એવા મહાન નેતાના વંશજને મળી રહ્યો છું. જેણે મારા પિતાને સંઘર્ષ કરવાની પ્રેરણા આપી હતી. આજે મહાત્મા ગાંધી અને માર્ટીન લ્યુથર પ્રાસંગિક છે.

કિંગ તૃતીયે જણાવ્યું હતું કે અમેરિકાનાં પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મારા પિતાનાં સપનાંને વાસ્તવિક કર્યા છે. વધુમાં તેમણે કહ્યું કે તેમને સપના દેખવાની પ્રેરણા અને તાકાત મહાત્મા ગાંધીથી મળી રહી છે.

માર્ટીન લ્યુથર કિંગની ભારત યાત્રાની સુવર્ણ જ્યંતિ નિમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળમાં આવેલા કિંગ તૃતીય કોલકાતામાં ખૂબ વ્યસ્ત હતા.

Share this Story:

Follow Webdunia gujarati