Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળ લગ્ન મુદ્દે ગુજરાત અગ્રેસર

બાળ લગ્ન મુદ્દે ગુજરાત અગ્રેસર

ભાષા

નવી દિલ્હી , બુધવાર, 31 માર્ચ 2010 (10:09 IST)
દેશમાં બાળ વિવાહના મામલામાં ગુજરાત અને આંધ્રપ્રદેશ સૌથી આગળ છે. વિકાસની દોડમાં અગ્રણી આ રાજ્યોમાં બાળ વિવાહ સૌથી વધારે 40 ટકા મામલો સામે આવ્યો છે.

રાષ્ટ્રીય અપરાધ રિકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી) ના તાજા આંકડાઓ અનુસાર 2008 માં રાજધાની નવી દિલ્હીમાં પણ બાળ વિવાહનો એક મામલો નોંધવામાં આવ્યો. જો કે, એક દશકમાં દિલ્હીમાં માત્ર બે જ એવા મામલા નોંધવામાં આવ્યો છે.

આ અગાઉ 2003 માં પણ બાળ વિવાહનો મામલો નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2008 માં પૂરા દેશમાં બાળ વિવાહના 104 કેસ નોંધવામાં આવ્યાં છે. આ ઉલ્લેખ કરવા જેવી બાબત છે કે, આ આંકડા ઘટવાના બદલે વધ્યાં છે. આ અગાઉ 2007 માં બાળ વિવાહના 96 મામલા નોંધવામાં આવ્યાં હતાં. ત્યાં 2008 માં તે 8.3 ટકા વધીને 104 સુધી પહોંચી ગયું.

આ સૂચીમાં પ્રથમ સ્થાન પર ગુજરાત અને બીજા નંબર પર આંધ્રપ્રદેશમાં છે. ગુજરાતમાં 23 અને આંધ્રમાં 14 મામલા નોંધવામાં આવ્યાં છે. એનસીઆરબીના આંકડાઓ અનુસાર 2007 માં આ ક્રમમાં આંધ્રપ્રદેશ 19 મામલાઓ સાથે પ્રથમ અને 14 મામલાઓ સાથે ગુજરાત બીજા નંબર પર હતું.

રાષ્ટ્રીય અપરાધ બ્યૂરોના 2001 આંકડાઓ પર નજર નાખીએ તો કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં સ્થિતિ સુધરેલી છે. આ વર્ષે અહીં બાળ વિવાહના 164 મામલાઓ નોંધવામાં આવ્યાં હતાં. 2002 માં આંકડા ઘણા નીચે 38 પર આવી ગયાં પરંતુ તેમ છતાં પણ દેશમાં સૌથી વધારે હતું. 2003 માં ગુજરાતમાં માત્ર 11 મામલા સામે આવ્યાં પરંતુ 2004 માં વધીને તેની સંખ્યા 30 સુધી જઈ પહોંચી.

પ્રતિબંધિત બાળ વિવાહ

દેશમાં બાળ વિવાહ અધિનિયમ એક્ટ 1929 અંતર્ગત પ્રતિબંધિત છે. દેશમાં લગ્ન માટે યુવકની ઉમર 21 અને યુવતીની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. એવું ન કરવા પર યુવક અથવા યુવતીના માતા-પિતા, સંરક્ષક અથવા લગ્ન કરવનરને ત્રણ માસની જેલ અને દંડની જોગવાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati