Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાબા રામદેવની લંડન હીથ્રો હવાઈ મથક પર 8 કલાકની અટકાયત !!

બાબા બોલ્યા સોનિયને કારણ ખબર હશે

બાબા રામદેવની લંડન હીથ્રો હવાઈ મથક પર 8 કલાકની અટકાયત !!
નવી દિલ્હી , શનિવાર, 21 સપ્ટેમ્બર 2013 (12:54 IST)
P.R
: યોગ ગુરૂ બાબા રામદેવની હીથ્રો હવાઈ મથક પર બ્રિટિશ સીમા શુલ્ક અધિકારીઓને પૂછપરછ માટે લગભગ આઠ કલાક સુધી રોક્યા.

આઠ કલાક બેસાડી રાખ્યા પછી ભારતીય સમય મુજબ મોડી રાત્રે એક વાગ્યે બાબા રામદેવને છોડવામાં આવ્યા. પરેશાન, નારાજ બાબા એયરપોર્ટથે એબહાર આવ્યા તો ચહેરા પર પરેશાની અને જીભ પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. તેમણે કહ્યુ , 'મને આઠ કલાક અહી શુ અષ્ટાંગ યોગ કરાવાયો, મારી પાસે કશુ જ હતુ નહી. એક ડોલર, એક રૂપિયો પણ નહી. હુ પાસે રાખતો જ નથી. નોટ બુક લીધી હતી જેમા લેક્ચર્સ નોટ્સ બનાઉ છુ. રોકવાનુ કારણ મને નથી જણાવ્યુ, કદાચ સોનિયા ગાંધીને કારણ ખબર હશે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે રામદેવ બિઝનેસ વીઝાની જગ્યાએ તેઓ યાત્રી વીઝા પર આવ્યા હતા આથી કસ્ટમ અધિકારીઓએ તેમની પૂછપરછ કરી, એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે બાબા રામદેવને એ દવાઓ વિશે પણ પૂછવામાં આવ્યું જેને તેઓ સાથે લઈને જાય છે, જો કે તેમના પ્રવક્તાએ દવાઓને લઈને પૂછપરછ કરી તે વાતનું ખંડન કર્યું છે.

જો કે બાબા રામદેવ પાસેથી એવી કોઈ દવા કે પૈસા મળ્યા નહોતા. બાબા રામદેવને આજે ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. બાબા રામદેવના પ્રવક્તા એસ કે તિજારાવાળાના મુજબ બાબા રામદેવની પાસે હિન્દી અને સંસ્કૃતમાં પુસ્તકો છે, જેને અમેરિકાના લોકો સમજી નથી શક્યા, આથી તેમની પૂછપરછ કરવામાં આવી.
.

Share this Story:

Follow Webdunia gujarati