Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાઈબલમાં ગીતાનો ઉલ્લેખ !

બાઈબલમાં ગીતાનો ઉલ્લેખ !

ભાષા

, મંગળવાર, 5 ઑગસ્ટ 2008 (17:49 IST)
કેરળમાં તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ બાઈબલનાં ભારતીય સંસ્કરણમાં ઉપનિષદ અને ભાગવત ગીતાનો ઉલ્લેખ મળતાં ખુબ મોટો વિવાદ થવાની સંભાવના છે. જીસસ ક્રાઈસ્ટ કે મધર મેરીની સાથે ભાગવત ગીતા અને મનુસ્મૃતિનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કેથોલીક ચર્ચનાં પ્રવક્તા ફાધર પોલ થેલેકાટે જણાવ્યું હતું કે પ્રથમવાર બાઈબલમાં ઉપનિષદ, ભાગવત ગીતા અને મનુસ્મૃતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુંબઈનાં એક પ્રકાશક સેન્ટ પોલ નવા પ્રકારની ભારતીય બાઈબલ લઈને આવ્યા હતાં. જેમાં મીરાબાઈ, મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ બાઈબલ ફિલીપીન્સથી પ્રકાશિત થનાર બાઈબલનું સંશોધિત પ્રકાશન છે. આ બાઈબલને 30 જેટલાં વિદ્વાનોએ તૈયાર કર્યુ છે. તેઓ 1980થી મહેનત કરી રહ્યાં છે. આ બાઈબલમાં 70 જેટલાં બિનખ્રિસ્તી લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ બાઈબલને મુંબઈનાં આર્કબિશપ મંજૂરી આપશે, ત્યારબાદ જ પ્રકાશિત કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati