Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બદનામ રાખી સાવંત કેજરીવાલ કરતા સારી સરકાર ચલાવી શકે છે - ઉદ્દવ ઠાકરે

બદનામ રાખી સાવંત કેજરીવાલ કરતા સારી સરકાર ચલાવી શકે છે - ઉદ્દવ ઠાકરે
મુંબઈ. , શુક્રવાર, 24 જાન્યુઆરી 2014 (10:25 IST)
W.D
શિવ સેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આમ આદમી પાર્ટી પર જોરદાર હુમલો બોલ્યો છે. શિવ સેનાના મુખપત્ર સામનામાં આમ આદમી પાર્ટીને ઉદ્ધવ ઠાકરેએ આઈટમ ગર્લ તરીકે ઓળખાવી છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર તીખો હુમલો બોલતા તેમને યેડા મતલબ પાગલ કહ્યા છે. તેમણે સામનામાં લખ્યુ છે કે કેજરીવાલથી સારુ શાસન તો બોલીવુડની આઈટમ ગર્લ રાખી સાવંત ચલાવી શકે છે.

દેશના ચર્ચિત લેખક ચેતન ભગતે પણ થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીની ધરણા પર નિશાન સાધતા તેમને રાજનીતિની આઈટમ ગર્લ કહ્યુ હતુ. ભગતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના કેબિનેટ્ને બે દિવસ ધરણાની નીંદા કરતા કહ્યુ હતુ કે તેમના આ પ્રકારના પગલાથી તેઓ 'શરમ' અનુભવી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati