Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રેમિકાએ પ્રેમીનુ ગુપ્તાંગ કાપ્યુ, હાલત ગંભીર (વીડિયો)

પ્રેમિકાએ પ્રેમીનુ ગુપ્તાંગ કાપ્યુ, હાલત ગંભીર (વીડિયો)
, શનિવાર, 2 જુલાઈ 2016 (17:27 IST)
મધ્યપ્રદેશના અનૂપપુરમાં એક લવ સ્ટોરીનો એવો ટર્ન આવ્યો કે જ્યારે એક મહિલાએ પોતાના જ પ્રેમીનુ ગુપ્તાંગ કાપી નાખ્યુ.  આ ઘટના પછી પ્રેમીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યા તેની હાલત ગંભીર બનેલ છે. જ્યારે કે પ્રેમિકા જેલના સળિયા પાછળ છે. 
 
માહિતી મુજબ જમુના કાલરી નિવાસી અજય કુમાર માઝી અને અનિતા (નામ બદલ્યુ છે) વચ્ચે છેલ્લા 10 વર્ષથી પ્રેમ સંબંધો હતા. આ દરમિયાન પ્રેમી અને પ્રેમિકા બંનેના જુદી જુદી જગ્યાએ લગ્ન થઈ ગયા. પણ યુવતીએ પોતાના પતિને છોડી દીધો અને હવે તે પ્રેમી અજય પર લગ્ન માટે દબાણ કરી રહી હતી.  યુવકે ના પાડતા યુવતી નારાજ થઈ ગઈ અને કોઈ બહાને પ્રેમીને કુશિયરાના જંગલમાં મળવા માટે બોલાવ્યો અને ધારદાર હથિયારથી તેનુ ગુપ્તાંગ કાપી નાખ્યુ. 
 
યુવતીનો આરોપ છે કે પ્રેમી અજયની ગંદી હરકતથી પરેશાન થઈને તેણે તેના પર હુમલો કર્યો.  યુવતીએ પણ અજય પર ચાકુથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. 
 
પોલીસે બંને વિરુદ્ધ જુદી જુદી ધારાઓમાં અપરાધિક મામલો નોંધ્યો છે. હાલ પ્રેમીને સારવાર માટે બિલાસપુર મોકલવામાં આવ્યો છે. બીજી બાજુ પ્રેમિકાની ધરપકડ કરવામાં આવી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતની મોડલ પારૂલ કશ્યપે ઈન્ટરનેશનલ બ્યુટી એક્સપો 2016માં સેકન્ડ રનરઅપ એવોર્ડ જીત્યો